લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ક્‌હાનડા ત્હારી બંસી મંહી

વિકિસ્રોતમાંથી
← કળાયેલ મોરલો ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
ક્‌હાનડા ત્હારી બંસી મંહી
ન્હાનાલાલ કવિ
ગહન મોરલી →


૭૦, ફહાનડ! ત્હારી બંસી મંહી





જુગજુગની વાતો રે ક્હાનડ ત્હારી બંસી મંહી.

ફૂલડાંમાં વહી મ્હારા અન્તરમાં ઘોળાય જો !
વનવનની વાતો રે ફહાનડ ! ત્હારી બંસી મહીં.

ટહુકે એ ગેબી કાંઈ ત્રિલોકમાં ઢોળાય જો !
જુગજુગની વાતો રે ફહાનડ ! ત્હારી બંસી મંહી.

ઘડીક વસન્ત, ઘડી મેહુલિયા રેલાય જો !
રતરતની વાત રે ફહાનડ ! ત્હારી બંસી મહીં.

સજનપ્રલયના મનવન્તર મંહિ વાય જો !
જુગજુગની વાતે રે ફહાનડ ! ત્હારી બંસી મહીં.

♣ ♣ ♣