લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ધીમેથી બોલજો

વિકિસ્રોતમાંથી
← ધર્મકુમાર ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
ધીમેથી બોલજો
ન્હાનાલાલ કવિ
નથી આજ કુળનો મોરલો ઝરૂખવે →


ર. ધીમેથી બોલજો





ધીમેથી બોલજો એ બોલ,
હો મીઠો મીઠો
ધીમેથી બોલજો એ બેાલ.

ફૂલની પરાગ સમો,
હૈયાના રાગ સમો,
બોલે જ્યમ ચન્દ્રિકા મદલોલઃ
એવો મીઠો મીઠો
ધીમેથી બોલજો એ બેાલ.

ધીમેથી બોલજો એ બોલ,
હો મીઠો મીઠો
ધીમેથી બોલજો એ બેાલ.