ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/વસન્ત રાણી રમણે ચ્હડી રે લોલ
Appearance
← વસન્તમા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ વસન્ત રાણી રમણે ચ્હડી રે લોલ ન્હાનાલાલ કવિ |
વસન્ત લ્યો → |
૧ર, વસન્ત રાણી રમણે હડી રે લોલ
૧, આવી આવી વસન્તની પૂર્ણિમા પ્રભાળી,
વસન્ત રાણી રમણે ચ્હડી રે લોલ;
બેઠી નવસૃજનની ઋતુ જો ! રસાળી,
વિરાટભાલે પગલી પડી રે લોલ.
૨, વાયા વાયા સજીવન ગેહગેહે
સાસરિયામાં ફૂદડી ફરે રે લોલ,
દિલ કેરા રંગ કાંઈ દીપતા દેહે,
કે આભમા તેજે તરે રે લોલ.
૩, ફૂલડા ફૂલડાં શું લે-દે તાળી,
અનન્તમા પડઘા પડે રે લોલ;
દેવમથે દુનિયાંમા દેવઋતુ ઢાળી,
નિશાન એનાં ગગને ચ્હડે રે લોલે.
૪, કોકિલા કોકિલાને બેાલાવે,
વસન્તની વાતો કરે રે લોલ,
કિરણો કિરણોને ક્હેણ કંઈક ક્હાવે,
ને દેવના સન્દેશા ઝરે રે લોલ.
૫, આવી આવી વસન્તની પૂર્ણિમા પ્રભાળી,
વસન્ત રાણી રમણે ચ્હડી રે લોલ,
સૂર્યે નવસજનની અાંખડી ઉઘાડી,
વિરાટભાલે ટીલડી પડી રે લોલ.
૬, આવી આવી વસન્તની પૂર્ણિમા પ્રભાળી,
વસન્ત રાણી રમણે ચ્હડી રે લોલ
♣