પાયાની કેળવણી/૨૨. તકલી વિ૦ રમકડાં

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← ૨૧. નવી કેળવણીનું નવાપણું પાયાની કેળવણી
૨૨. તકલી વિ. રમકડાં
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૩. અંગ્રેજીને એમાં સ્થાન નથી →


['સેવાગ્રામ ખાદીયાત્રા' મથાળાવાળા શ્રી સુશીલા xxx લેખમાંથી નીચેનો પ્રશ્નોત્તર છે. વર્ધા-પધ્ધતિમાં ક્રિયા કે 'પ્રવૃત્તિ ઉત્પાદન' જોઈએ, રમકડાં ઈ. જેવી કેવળ ક્રીડાત્મક નહીં, એ એક મહત્વનો મુદ્દો આ પ્રશ્નોત્તરમાં સમાવાયેલો છે, અને તે આ પધ્ધતિની એક મોટી નવીનતા અને ખાસીયત છે. - સં.]

પ્ર. - પાયાની કેળવણીની યોજનામાં તકલી દાખલ કરવમાં આવી છે તે આર્થિક એટલે સ્વાશ્રયના હેતુથી કે કેળવણીના જ દૃષ્ટિબિંદુથી?

ઉ. - પાયાની કેળવણીના કાર્યક્રમમાં મૂકેલી કોઈ પણ વસ્તુ પાછળ એક જ હેતુ હોઈ શકે અને તે કેળવણીનો હેતુ હાથકારીગરીના વાહન દ્વારા બાળકોની શારીરીક, બૌધ્ધિક તેમ જ નૈતિક ખીલવણી સાધવાનો છે. છતાં હું એમ પણ માનનારો છું કે, જે કોઈ યોજના શિક્ષણદૃષ્ટિએ સંગીન હોય તેનો કુશળાતાથી અમલ થાય, તો આર્થિક દૃષ્ટિએ પણ તે સંગીન નીવડે જ. દા.ત. આપણે આપણાં બાળકોને માટીનાં રમકડાં બનાવતાં શીખવીએ, જેને પાછળાથી ભાંગી નાખવામાં આવે. એથી પણ એમની બુધ્ધિ તો ખીલશે. પણ એ રીએ કામ કરવામાં એક બહુ મહત્વનો નૈતિક સિધ્ધાંત અવગણાય છે, અને તે એ કે, માણસની મહેનત અને સામગ્રી કદી પણ વેડફાવાં ન જોઈએ, અગર તો બિનઉત્પાદનની રીતે એ વપરાવાં ન જોઈએ, એ સિધ્ધાંત ઉપર ભાર મૂકવો એ ઉત્તમ નાગરિક તૈયાર કરનારી કેળવણી છે, અને એવી પાયાની કેળવણી અનાયાસે સ્વાશ્રયી અને સ્વયંપૂર્ણ બની જાય છે..

ह.बं.,૧૯-૬-'૪૦


(પૂર્ણ)