પાયાની કેળવણી/૩૨. કેળવણીના પુનર્ઘટનની જરૂર

વિકિસ્રોતમાંથી
←  ૩૨. નવી તાલીમમાં દાક્તરીનું સ્થાન પાયાની કેળવણી
૩૩. કેળવણીના પુનર્ઘટનની જરૂર
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૪. કાંતણ અને ચારિત્ર →


૩૩
કેળવણીના પુનર્ઘટનની જરૂર

શ્રીમતી આશાદેવી નીચેના રસપ્રદ આંકડા મોકલે છેઃ

"બિહારના ચંપારણ જિલ્લાના એક નાનકડા વિભાગની પાયાની કેળવણીની ૨૭ શાળાઓએ ૧૯૪૨ની સાલના એપ્રિલ માસમાં ત્રણ વરસ પૂરાં કર્યાં. આ શાળાઓનો ૧૯૪૧-૪૨ સાલનો પહેલી, બીજી તથા ત્રીજી શ્રેણીનો વાર્ષિક આલેખ પાયાની કેળવણીમાં કામ કરનારાઓ માટે પ્રોત્સાહક અભ્યાસ થઈ પડે એમ છે. પાયાની કેળવણીના માસિક પત્ર नइ तालीमમાં એ આલેખ વિગતવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. પાયાની કેળવણીના વિકાસમાં રસ ધરાવનારાઓને માટે એની મહત્વની હકીકતોનો ટૂંક સાર અહીં આપીએ છીએ.

આ ૨૭ શાળાની પહેલી, બીજી તથા ત્રીજી શ્રેણીની સરેરાશ હાજરી અનુક્રમે ૭૦,૭૬ અને ૭૯ ટકા છે, તથા એ દરેક શ્રેણીની વ્યક્તિગત સરેરાશ કમાણી અનુક્રમે ૦-૧૧-૦, ૨-૪-૨ અને ૬-૧-૧ છે. પહેલી શ્રેણીના ૩૯૦ વિદ્યાર્થીઓ (આ સંખ્યા સરેરાશ હાજરી અનુસાર મુકરર કરવામાં આવી છે) કુલ ૧૦,૨૬૪ કલાક કામની એકંદર કમાણી રૂ. ૨૬૭-૭-૬ છે; બધી શાળાઓના બીજી શ્રેણીના ૩૫૬ વિદ્યાર્થીઓની (આ સંખ્યા સરેરાશ હાજરી અનુસાર મુકરર કરવામાં આવી છે) કુલ ૧૯,૦૮૨ કલાકના કામની એકંદર કમાણી રૂ. ૮૦૪-૧૩-૮ છે; તથા ત્રીજી શ્રેણીના બધી શાળાના ૩૧૯ વિદ્યાર્થીઓની (આ સંખ્યા સરેરાશ હાજરી અનુસાર મુકરર કરવામાં આવી છે) કુલ ૧૪,૩૬૨ કલાકના કામની કમાણી રૂ. ૧,૯૩૫-૧૪-૧૧ છે. એટલે ૧,૦૬૫ બાળકોની આખા વરસની એકંદર કાણી રૂ. ૩,૦૦૭-૫-૧ થઈ. આ શાળાઓના ત્રીજી શ્રેણીના વિદ્યાર્થીની વધુમાં વધુ વ્યક્તિગત કમાણી રૂ. ૧૫-૧૨-૦, બીજી શ્રેણીના વિદ્યાર્થીની રૂ. ૬-૨-૦, અને પહેલી શ્રેણીના વિદ્યાર્થીની રૂ. ૨-૧૦-૧ થઈ.ત્રીજી શ્રેણીના વિદ્યાર્થીની રેંટિયા ઉપર વધુમાં વધુ ઝડપ કલાકે ૪૮૦ તાર અને તકલી ઉપર ૨૮૧ તાર, બીજી શ્રેણીના વિદ્યાર્થીની રેંટિયા ઉપર વધુમાં વધુ ઝડપ કલાકે ૩૫૦ તાર અને તકલી ઉપર ૨૪૨ તાર, જ્યારે પહેલી શ્રેણીના વિદ્યાર્થીની તકલી ઉઅપર વધુમાં વધુ ઝડપ ૧૬૪ તાર છે."

આ આંકડાઓ માલની પેદાશ કે કમાણી દર્શાવવા માટે નથી આપવામાં આવ્યા, જોકે એ રીતે પણ તે મહત્વના છે.કેળવણી આલેખમાં માલની પેદાશ અને કમાણીને ગૌણ સ્થાન હોય છે.પણ યુવકની કેળવણીમાં ઉદ્યોગોનું શિક્ષણવિષયક ભારે મૂલ્ય દર્શાવવા ખાતર એ આંકડાઓ આપવામાં આવ્યા છે. ઉદ્યોગશીલતા, કાળજી અને ઝીણી ઝીણી વિગત ઉપર પણ લક્ષ્ય આપ્યા વિના આ કાર્ય ન થ ઈ શક્યું હોત, એ સ્પષ્ટ છે.

ह૦ बं૦, ૨૮-૬-'૪૨