પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભડળી હું કહું છું તને, કણબી ન પિયે છાશ. (૫૫)

પાંચ મંગળો ફાગણે, પોસ દુકાળો હોય;'
કાળ પડે ભડળી કહે, વિરલા જીવે ધાર. (૫૬)

ચૈત્ર માસ

તિથી વધે તો ત્રન વધે, નક્ષત્રે બહુ ધાન;
યોગ વધે તો રોગ બહુ, પે'લે દિન એ માન (૫૭)

ચૈત્ર દશ નક્ષત્ર જો, વાદળ વિજળી હોય;
ભડળી તો એમજ ભણે, ગર્ભ ગળ્યા સૌ કોય (૫૮)

રેવે પાની ખરભડે, મૃગશિર વાયૂ વાય;
જેટલુ આવે પુનર્વસુ, એટલુ અન વેચાય. (૫૯)

અજવાળી પખ ચૈત્રજ ભાખ, આઠ દિવસ વરસંત રાખ;
નવમીને દિન વિજળી હોય, કાળ હળાહળ દેશે જોય (૬૦)

અખાછપ્પાયની ચાલ

ચૈત્ર સુધી ભરણી જો હો જેઠ માસ મૃગસરંત
જેટલું નક્ષત્ર વ્રત્યુ જાય શેર એટલા એ અન વેચાય (૬૧)

ચૈત્રી બોળી પંચમી વરખા કૈં કાં વીજ;
સાતમે શ્રાવણ હરે, નામે ભાદર લીજ. (૬૨)