પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂનમ દિન પડઘા પડે કોરા ચારે માસ;
ભદળી હું તુજને કહું, જીવ્યાની શી આશ ? (૬૩)

પંચમ રોહણિ સપ્તમ અરૂઢ, નામે પુષચિત્રા પુનચંદ્ર
ચૈત્ર માંહિ વરસંતા દેખ ગર્ભ શિયાળે વંઠ્યા પેખ. (૬૪)

સુદિની પડવે ચૈત્ર દિન, મેષ થકી નવ દીન,
હું તુજને ભડળી કહું, કશા થકી નવ બી’ન (૬૫)
ચૈત્રી પુનમને દિને બુધુ સોમ ગુરુવાર;
ઘર ઘર હોય વધામણાં, ઘેર ઘેર મંગળા ચાર (૬૬)
ચૈત્ર માસ દશ કૃષ્ણકા, જો કબુ કોરા જાય.;
તો ચોમાસે વાદળાં, ભલી ભાત વરતાય (૬૭)
અમાંશ તે જેટલિ ઘડિ વરતી પત્રામાંય;
ભડળી શેરજ તેટલા, કાર્તિક અન વેચાય (૬૮)
અમાસ વદી ચૈત્રની, રવિ આથમતો જોય;
બીજે બાળો ઉગશે, સમો કહેશે સોય. (૬૯)
ઉત્તર ઉત્તમ ચાલિયો, મધ્યે મધ્યમકાળ
જો ઉગે કદિ દક્ષિણે, પૃથ્વિ પડે દુકાળ (૭૦)

અશ્વનિ ગળતાં અનનો નાશ રેવતિ ગળતાં નવ જળ આશ;