પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને પૂર્વના લોકોનો સંબંધ વધુ ઘાડો હોવાની જરૂર વિષે બોલવામાં તેમણે બાકી રાખ્યું નહોતું. છતાં ઇસ્લામી તરીકે તેઓ ચુસ્ત હતા. ધાર્મિક સુધારાની બાબતમાં તેમનો ઉત્સાહ બેહદ વધી જતો. તુર્કી સાથેનો સંબંધ બહુ જાણીતો હતો. તેથી ખીજાઈને કેટલાક ગોરાઓએ તેમને ‘ટરકોફાઈલ’ એવું નામ આપેલું. ઈજીપ્તની સ્વતંત્રતાની આડે તુર્કી આવે નહિ એવી તેમની રાજનીતિની માન્યતા હતી. ના. સુલતાન તેમના રાજદ્વારી વિચારો માટે તેમને માન આપતા, અને તેમને ‘બીજા વર્ગના મજીદીઆ’ તથા ‘રૂતબા-ઉલ-સુફતાની’ એવા ખેતાબો તેમણે બક્ષેલા.

તેમની જીંદગીનાં છેલ્લાં વરસોના કામથી આખું ઈજીપ્ત સારીપેઠે વાકેફગાર બનેલું. પોતાની ઉમર વધતી ગઈ તેમ તેમ તેમણે વધુ કામો કરવા માંડેલાં. કશાથી તેઓ ડરે તેવા નહોતા, કે પોતાની હીલચાલને તજે તેવા નહોતા. સુદાનનો કબજો ઈંગ્લાંડે લીધો એ વગેરે બનાવોથી ઈજીપ્તના લોકોની સ્વતંત્રતા પર નિર્દય ફટકા લાગ્યા પણ તેવી કોઈ કમનશીબીથી પાશા એક પણ ક્ષણ નાઉમેદ નહિ થએલા. જેમ જેમ તેમના ટેકો દેનારાઓ ખસી જતા ગયા, અને બીજા બીકણ દોસ્તો ઈજીપ્તની હિમાયત તજી દેતા ગયા, તેમ તેમ મુસ્તફા કામેલ પાશાની હિંંમત વધુ જોર પકડતી ગઈ, ને તેમણે વધારે ને વધારે મહેનત લેવા માંડી.

૧૯૦૬ના ડીસેંબર માસમાં તેમણે ઈજીપ્તના ‘નેશનલ’