પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હિંંમત કરી શકતા નથી. આપણા સમાજમાં વાંચન શોખ થોડો છે એવું કાંઈ નથી. પરંતુ વાંચક વર્ગમાં બે મોટી ખામીઓ રહેલી છે. એક તો પુસ્તકો બીજા પાસે માંગી માંગીને વાંચવાની. અને બીજી લાયબ્રેરીઓમાંથી પુસ્તક મેળવવાની. આ બીજી ખામી કંઈ દરેક વાંચકને દુષણરૂ૫ નથી. ગરીબ અથવા સામાન્ય સ્થિતિના વાંચકો લાયબ્રેરીઓનાં પુસ્તક વાંચે એ તો ઠીક, પણ જ્યારે મોટા મોટા શ્રીમાનો અને સારી સ્થિતિવાળા મનુષ્યો પણ લાયબ્રેરીઓમાંથી પુસ્તક લઈ વાંચે ત્યારે એથી સાહિત્યની પ્રગતિ થવાને બદલે અવગતિ થાય છે. લાયબ્રેરીએ ધર્મશાળારૂપ છે, સામાન્ય વર્ગ તેનો ઉપયેાગ કરે એ સમજાય એવું છે. પણ જો શ્રીમાનો પણ ધર્મશાળા વાપરે તો ઘર કોણ બંધાવશે ? આ સંબંધે વિશેષ લખવું ઉપયોગનું નથી. પરત ઉપર્યુક્ત બે ખામીઓને લીધે ગુર્જ૨ સાહિત્યનો વિકાસ બહુજ ઓછો થાય છે એ વાત દરેક વાંચકે લક્ષમાં રાખવી ઘટે છે. જો પોતાનામાં પુસ્તક ખરીદવાની શક્તિ હોય તો તે ઉછીનું લઈ વાંચવું એ પાપ છે એ હંમેશા યાદ રાખવું.

અંતમાં એટલીજ વિનંતિ છે કે આ પુસ્તકને વાંચનાર દરેક ભાઈ ગાંધી ગ્રંથમાળાનો ગ્રાહક થવા તેમજ બીજાઓને ગ્રાહક બનાવવા પ્રયત્ન કરશે.

ઇશ્વરલાલ વીમાવાળા.