પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાહેર ગામડામાંથી પણ નથને પગરખાં વગેરે બનાવવાની વરદી દિન પ્રતિદિન વધુને વધુ મળવા લાગી. - એક દિવસ નથુ અને દેવદૂત પોતાના કામમાં બેઠા હતા. ત્યાં આગળ એક ગાડું આવીને ઉભું રહ્યું. તેમણે બારીમાંથી બહાર જોયું તો ગાડુ પોતાના જ ઘર આગળ ઉભું રહેતું જોયુ. ગાડામાંથી એક માણસ નીચે ઉતર્યો એટલે ભારે કૅપડાં પહેરેલ એક શેઠીઓ બહાર નીકળ્યો. નથુ બારણું ઉઘાડી સામે ઉતાવળથી ગયા. અને તે શેડીઓ નીચે વળી બારણામાં પડે. તે શરીરે હૃષ્ટપુષ્ટ હતા. બાંકડા ઉપર બેઠા. અને પૂછયું:-“દુકાનના ધણી કોણ છે ?” નથુ આવકાર સહિત બેલા:-“હું છું'; મહેરબાન, કાંઈ હુકમ ?” શેડીઆએ પોતાના નોકરને બોલાવ્યો અને ગાડીમાંથી ચામડું લઈ આવવાની આજ્ઞા કરી. નોકર તે લઈ આવ્યા. અને શેટ્ટીએ તે છોડી નથુને આપ્યું', અને કહ્યું :–“આ ચામડું તે' જેવું ? તું સમજે છે કે એ કઈ જાતનું ચામડુ છે ?” નથુએ કહ્યું સાહેબ, બહુજ સુ દર ચામડું છે.” શેડીઆએ કહ્યું – “તારી જીદગીમાં પણ આવું ચામડું તે' જોયું નહિ હોય. એ બહુ જ કીંમતી છે. હવે આ માંથી તું ભારે માટે જેડા બનાવી શકશે ?” નથુએ કહ્યું:-“હા સાહેબ.” શેડીઓ બાલ્યા આટલું તારે ખાસ યાદ રાખવાનું છે કે તું' કેવા સરસ ચામડામાંથી અને કાને સારૂ જેડા બનાવવાના છે, તારે એવા સરસ જેડા બનાવવા પડશે કે તે એક વરસ સુધી ઘાટ બદલાયા સિવાય ચાલે. તારાથી એવી રીતે બનતું હોય તોજ ચામડું કાપજે; નહિ તો રહેવા દેજે. હું બીજી જગ્યાએ આપીશ. જે એક નો