પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નથુએ પૂછ્યું:- “ભાઈ દેવદૂત, ઈશ્વરે તને શા માટે શિક્ષા કરી ? અને ત્રણ શબ્દ તે કયા છે ? તે કહો તો હું પણ તે જાણી કંઈક તેમાંથી શિખી શકુ.”

દેવદૂતે કહ્યું:-“ ઈશ્વરે મને સજા એટલા માટે કરી કે હું તેની આજ્ઞા વિરૂદ્ધ ચાલ્યો. હું સ્વર્ગમાંના ફીરેસ્તો હતો. અને હું ઈશ્વરની આજ્ઞા વિરૂદ્ધ ચાલ્યો હતો. હું જે વખતે સ્વર્ગમાં ફીરેસ્તો હતા તે વખતે ઈશ્વરે મને એક સ્ત્રીનો આત્મા લઈ આવવાની આજ્ઞા કરી. હું પૃથ્વી પર આવ્યો, અને તે સ્ત્રી પાસે ગયો. તે એકલી અને માંદી હતી. તે બિચારીએ તરતજ બે નાની છોકરીઓને જન્મ આપ્યો હતો. બંને છોકરીઓ અત્યંત દયામણી રીતે રોતી હતી. મા તો એટલી નબળી હતી કે તે બિચારી પોતાનાં બચ્ચાંઓને લઈ ધવડાવી શકતી નહોતી. તેણે મને જોયો અને તરત જ તે સમજી ગઈ કે ઈશ્વરે મને તેનો પ્રાણ લેવા મોકલ્યો છે. તેથી તે અત્યંત રોને કહેવા લાગી:

“ઇશ્વરના ફીરેસ્તા, મારો ધણી એક બે દિવસ ઉપરજ ગુજરી ગયો છે. જંગલમાં એક ઝાડ તેમના ઉપર પડ્યું અને તરતજ તેમના પ્રાણ ગયા. મારે મા નથી. માશી નથી કે બહેન નથી. કે તે આ છોકરાંની સંભાળ લે. માટે મારી આત્મા તું ન લે. મારાં છોકરાંને ઉછેરી મોટાં કરવા દે. અને આ સંસારમાં તેઓ. પોતાની જીંદગી શરૂ કરી દે એવી સ્થિતિમાં આવવા દે. આ ગરીબ છોકરાંઓ માબાપ વિના કેવી રીતે જીવી શકશે ?’ એમ કહી તે સ્ત્રીએ એક છોકરીને તેની છાતી ઉપર મૂકાવી અને બીજીને બીજા હાથમાં આપી. અને હું સ્વર્ગ તરફ પાછો ફર્યો.

ઈશ્વરની પાસે જઈ મેં કહ્યું કે-‘હું તે સ્ત્રીનો પ્રાણ લઈ આવી