પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કે ‘માબાપ સિવાય તરતના જન્મેલાં બચ્ચાં જીવી શકે નહિ.’ અને છતાં પણ એક તદ્દન અજાણી સ્ત્રીએ તે છોકરાંની સારવાર કરી તેમને ઉછેર્યાં. અને તે સ્ત્રી છોકરીઓના દુર્દૈવ માટે વિલાપ પરી કહેતી હતી કે તે બાળકો તેનાં નથી. છતાં તે બચ્ચાંઓ પ્રત્યે તેનો અનહદ પ્યાર અને માયા મેં જોયાં. અને હું જોઈ શક્યો કે તેના અંત:કરણમાં ઈશ્વરનો વાસ છે. અને ‘મનુષ્યો શાથી જીવી શકે છે.’ તે પણ જાણ્યું. પરમાત્માએ ત્રીજા શબ્દો ભાવાર્થ પણ આમ મને સમજાવ્યો અને મને માફી મળી ગઈ તેથી છેવટે હું ત્રીજીવાર હસ્યો.”


પ્રકરણ ૧૨ મું.

દેવદૂતે આટલી વાત કર્યા પછી તેના શરીર ઉપરથી બધાં કપડાં નીચે પડી ગયાં, અને તેના શરીરમાંથી એટલો બધો પ્રકાશ પડવા લાગ્યો કે તેની સામું પણ જોઇ શકાય નહિ. જ્યારે દેવદૂત બોલતો હતો ત્યારે તેનો અવાજ જાણે ઉંચે સ્વર્ગમાંથી આવતો હોય એમ લાગતું હતું.

હવે દેવહૂત પાછો બોલવા લાગ્યો:- ‘હવે હું શિખ્યો છું કે દરેક મનુષ્ય માત્ર પોતાનીજ સંભાળથી જીવી શકતો નથી, પરંતુ એક બીજા સાથેની પ્યારની લાગણીથી જીવે છે. પોતાના વહાલાં બચ્ચાંઓની જીંદગી વાસ્તે શાનીશાની જરૂર પડશે, તે તેમની માતાને પણ જાણવાની શક્તિ આપેલી નથી. પૈસાદાર ગૃહસ્થને પણ ખબર નથી કે પોતાની જીંદગી વાસ્તે તેને શું શું જોઈએ છે.