પૃષ્ઠ:Gramonnati.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮ : ગ્રા મો ન્ન તિ
 

 સહકાર્યને એક પાસ મૂડીવાદ સાથે સગપણ છે, કારણ મૂડીવાદને જીવતો રાખી તેના અનર્થોને હળવા કરવાનું સહકાર્યનું ધ્યેય છે. બીજી પાસ તે સમાજવાદ સાથે બીતુંબીતું સગપણ ધરાવે છે. ખાનગી મિલકતનો મોટા ભાગ સુરક્ષિત રહેવા દઈ મિલકતના અલ્પાંશને બહુ જ મર્યાદિત સામાજિક સ્વરૂપ આપવાનો એ આર્થિક અખતરો છે. જો કે અનિયમિત શાખ–Unlimited liabilityના સિદ્ધાન્તમાં સમાજવાદનો નાનકડો ટુકડો દાખલ થવા જાય છે જ. એમાં આર્થિક પલટો આઘાતભર્યો ઇચ્છવામાં નથી આવતો. પરંતુ ચાલુ પરિસ્થિતિને સુધારવાનો જ પ્રયત્ન છે. તેને રાજસત્તાનો લોભ નથી; રાજસત્તા મેળવી આખી સામાજિક ઘટનાને ઊથલપાથલ કરવાની તેને જરૂર લાગતી નથી. એક પાસથી તે વાણિજ્ય બનવા મથે છે, અને બીજી પાસથી તે સેવાધર્મ બનવાના અભિલાષ સેવે છે. તેને વાણિજ્ય પ્રામાણિક બનાવવું છે, ઉચ્ચ કાર્યદક્ષતા અને વ્યવહાર સાધવાં છે, નફાની ખેંચાખેંચીમાં તેને ઘણું પડવું નથી, પરંતુ નફામાં સહકારીઓને સરખો લાભ મળે એવી યોજના કરવી છે. અઢળક ધન મેળવનારી વ્યક્તિઓ અગર વર્ગોને સહકારની દરકાર ન જ હોય. પરંતુ નબળી આર્થિક સ્થિતિને ટાળવા સંગઠન કરવું, વચગાળાના દલાલો અને મારફતિયાઓ ઉત્પાદકોના કરતાં પણ વધારે લાભ ખેંચી જાય એવા સંભવો ઓછી કરવા, અને મૂડીધારીઓ ઉત્પાદકોને વેચી ખાય એવા એ ઉત્પાદકો કમજોર ન રહે એમ કરવાનો સહકાર્યનો ઉદ્દેશ છે. મૂડીવાદીઓ મજૂરીને ભાડે રાખે છે. સહકાર્યની એવી આકાંક્ષા છે કે મજૂરી મૂડીને ભાડે રાખે.

સહકારનો વિજય

ઉદાર ભાવનાવાળા મૂડીવાદીઓએ પણ સહકાર્યના સિદ્ધાંતો ખીલવવામાં સહાય કરી છે, એ ભૂલવા સરખું નથી. પશ્ચિમમાં મોટા સ્ટોર્સ, કોઠારો, ધંધા, ખેતી, ગોપાલન એ બધું