પૃષ્ઠ:Gramonnati.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦ : ગ્રા મો ન્ન તિ
 


અનુકૂળ માર્ગે વિકસાવે અને આપણને પરતંત્રતાનું ભાન ન કરાવતાં તે આપણી જ બની જાય, તો તેનો સ્વીકાર કરવામાં હરકત હોવી જોઈએ નહિ. સહકાર પશ્ચિમથી આવ્યો હોવા છતાં આપણે તેને આપણો બનાવી શકીએ, અને જો કે સહકારની નિષ્ફળતા જોઈ શકાય એમ છે, તો પણ એ નિષ્ફળતાનાં કારણો દૂર કરતાં સહકાર એક અસરકારક આર્થિક તેમ જ સામાજિક પ્રવૃત્તિ બની શકે તેમ છે.

પ્રજામાંથી તેનો
વિકાસ નથી.

સહકાર પરદેશી રાજસત્તાએ હિંદમાં દાખલ કર્યો. આર્થિક મુંઝવણમાં અટવાયલી ગ્રામજનતા પાસે બ્રિટિશ અધિકારીઓ અને બ્રિટિશ રાજસત્તાએ સહકારને મૂક્યો. એટલે સહકારની પ્રવૃત્તિ પ્રજાની આંતરિક ખિલાવટમાંથી નથી થઈ. તેથી જ એ પ્રવૃત્તિ હજી સુધી આપણી પોતાની ન લાગતાં ઊછીની લાગ્યા કરે છે.

પ્રજાકીય પ્રવૃત્તિઓ

સહકારને પ્રજાના આગેવાનોએ ઠીક ઠીક સાથ આપ્યો છે. સહકાર એ રાજકારણથી પર વિષય છે એવું કહેવાથી સહકારનું ક્ષેત્ર કંઈક અંશે પરદેશી સરકારના અમલદારો અને લોકના નેતાઓને ભેગા મળી કામ કરવાનું એક ક્ષેત્ર પણ બની શક્યું છે. આદર્શ પણ એ જ છે કે સહકાર સરકારની પ્રવૃત્તિ મટી પ્રજાકીય પ્રવૃત્તિ બને–જો કે પરાધીન દેશની કોઈપણ પ્રવૃત્તિને રાજકીય સંબંધથી દૂર કરવાનું કામ લગભગ અશક્ય છે.

ધીરધારનું ક્ષેત્ર

સહકાર્યની પ્રવૃત્તિ હિંદમાં દાખલ થઈ તે પ્રથમ તો ધીરધારના જ ક્ષેત્રમાં. પરતંત્ર રાજ્યની–પરતંત્ર દેશની ધીરધાર પણ પરાધીન જ હોય, છતાં તેને દાખલ કરવામાં જાણીબુઝી ગ્રામજનતાને મુશ્કેલીમાં મૂકવાની સત્તાધારીઓનો