પૃષ્ઠ:Gramonnati.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગૃહઉદ્યોગનું વર્ગીકરણ : ૧૨૧
 
(૨) વર્ષમાં નિદાન ચારથી છ માસ ખેડૂતને ઓછી વધતી નવરાશ મળે છે, અને એ નવરાશનો ઉપયોગ તે ઉત્પાદન કાર્યોમાં કરી શકે એ માટે ગૃહઉદ્યોગ જરૂરી છે.
(૩) યંત્રથી વિવિધતા જતી રહે છે; Individuality–વ્યક્તિ વલણ—ઘટી જાય છે–સપાટ બની જાય છે; એથી કામનું મમત્વ અને કામની મૉજ ઘટી જાય છે; બીબામય એકતાનપણું કામમાં અને જીવનમાં આવી જાય છે. એટલે સૌંદર્યની–વ્યક્તિગત ભાવનાઓની–અંગત રસિકતાની સાધના થતી નથી અને યંત્રવાદ કલાનો દુશ્મન બની જાય છે. યંત્રવાદથી નિયંત્રિત થતી કલા એક હથ્થુ અને નકલી બની જાય છે. ગ્રામજીવનમાં તેમ જ ગ્રામકાર્યોમાં કલાનાં તત્ત્વો–સૌંદયનાં તત્ત્વો જાળવી રાખવા માટે પણ ગૃહઉદ્યોગની જરૂર છે.
(૪) હવે વર્ધા–યોજના પછી આખી કેળવણીનું મધ્યબિંદુ કોઈ પણ શક્ય ઉદ્યોગ કે ગૃહઉદ્યોગ બનવા માંડ્યું છે, એટલે ઉદ્યોગરહિત પાંગળી કેળવણીમાંથી ગ્રામજનતાને બચાવી લેવા માટે પણ ગૃહઉદ્યોગની જરૂર છે.
ગૃહઉદ્યોગોના વિભાગ

સ્થાનિક સ્થિતિ અનુસાર ગૃહઉદ્યોગોના નીચે પ્રમાણે વિભાગો પડી શકે એમ છે :—

પોષણના અંગના

(अ) પોષણના-ખોરાકના અંગના-ગૃહઉદ્યોગો. જેમાં નીચેના ગૃહઉદ્યોગોનો સમાવેશ થઈ શકે :-

(૧) શાકભાજીના વાડા, બગીચા કે આંગણાં–Kitchen–