પૃષ્ઠ:Gramonnati.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨ : ગ્રા મો ન્ન તિ
 

{{Left margin|2em| Gardens. પોતપોતાનાં આંગણાંમાં પતરવેલીઆં, દુધી, ટીંડોરાં અગર કારેલાંની વેલ, કેળ, કોથમીર, મરચાં, આદુ, ફુદીનો, જુદી જુદી ભાજી, પપૈયા વગેરે ઉપજાવી લેવાની આપણા ગામડામાં જૂની રીત હતી. એ રીત ફરી પાછી જીવંત બનાવવાની જરૂર ઉભી થઈ છે. એથી ગ્રામજનતાના ખોરાકમાં સ્વાદ અને વૈવિધ્યભર્યું પોષણ દાખલ થાય એમ છે.

(૨) ગોરસ ઉદ્યોગ-Dairy. હજી ગામડામાં ગાય, ભેંશ પાળવાની પ્રથા છેક નાબૂદ થઈ નથી. ગાય, ભેંશ દ્વારા દૂધ, દહીં, છાશ, માખણ, ઘી, માવો, મીઠાઈ, માવાનાં રમકડાં એ બધું બનાવવામાં આવે તો આપણાં ગ્રામકુટુંબને પૌષ્ટિક ખોરાક મળે અને તેમની આવકમાં થોડો ઘણો પણ વધારો થઈ શકે.

ગોરસ ઉદ્યોગની પાછળ આપણું સંસ્કાર-જીવન પણ સંકળાયેલું છે. ઘણી ધણી કવિતાઓ ગોરસને અનુલક્ષીને રચાઈ છે, અને કૃષ્ણ સરખા સાહિત્યના સર્વોત્તમ નાયકને પણ ગોરસની સાથે આપણે જોડી દીધા છે. આપણી સંસ્કૃતિમાં ગોરસ અને ગોરસઉદ્યોગનું સ્થાન બહુ જ મહત્ત્વનું અને માનીતું છે એ આપણે ભૂલવા સરખું નથી. ગાયને તો આપણે માતા કહી પૂજીએ છીએ.

(૩) ગુલાબનાં ફૂલ, કેરી, સફરજન, આંબળાં, કરમદાં, ફાલસા, લીંબુ, વગેરે ફળફળાદીમાંથી શરબત, ગુલકંદ, મુરબ્બા, અથાણાં અને ચટણીઓ પણ બનાવી શકાય. વળી ફળને ડબામાં લાંબો સમય