પૃષ્ઠ:Gramonnati.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સામાજિક ઉન્નતિ : ૧૪૧
 

સ્વીકાર પામતા ધર્મસમન્વયની ભાવના તરફ સહુને વાળતું હોવાથી ધર્મની ચર્ચા અને કરવી બિનજરૂરી લાગે છે. સામાજિક ઉન્નતિમાં નીતિ અને ધર્મ આપોઆપ સમાઈ જાય છે. જે ધર્મો આપણને વ્યક્તિ તરીકે, ગ્રામવાસી કે શહેરી તરીકે અને પ્રજા તરીકે નીચે ઉતરતાં અટકાવી શકતા નથી એ ધર્મો અધર્મ છે એમ કહેવામાં કશી જ અડચણ નથી.

ગ્રામજીવનની સામાજિક ઉન્નતિને આપણે નીચે પ્રમાણેના વિભાગોમાં જોઈ શકાય :

ગ્રામોન્નતિ
આર્થિકસામાજિક
આરોગ્ય રક્ષણકેળવણીકલાભાવનાનાગરિકત્વ
સ્વચ્છતારોગ સામે
સાવચેતી
રોગનિવારણવ્યાયામખોરાક
સંતતિ નિયમનબાલ ઉછેર