પૃષ્ઠ:Gramonnati.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.





૧૭
આરોગ્ય–રક્ષણ


ગામડાંની તંદુરસ્તી

સામાન્ય માન્યતા એવા પ્રકારની છે કે ગામડાં તંદુરસ્તીની ખાણ સરખાં છે : ગ્રામજનતા શહેરની કેળવાયલી જનતા કરતાં વધારે મજબૂત, દીર્ઘજીવી અને નિરોગી છે. આમ હોવું જોઈએ એ વાત ખરી. પરંતુ આમ છે એમ કહેવું એ અભ્યાસ અને નિરીક્ષણથી ભાગ્યે જ સાચું ઠરે.

ગામડાંની પ્રજા વધારે મજૂરી કરતી દેખાય એટલા માટે તે વધારે તંદુરસ્ત છે એમ કહી શકાય નહિ. મહેનતના ઘણા પ્રકાર ટેવરૂપ બની જાય છે. કોથળા ઊંચકવા ટેવાયેલો પુરુષ આપણને નવાઈ પમાડે એટલો ભાર ઊંચકી શકે. પરંતુ તેનો અર્થ એમ નહિ કે એટલા જ કારણે તે આપણા કરતાં વધારે મજબૂત છે. લાકડાં ચીરનાર, ઘણ મારનાર અને એવી સખ્ત મજુરી કરનાર માણસોના સ્નાયુઓ અમુક કામ કરવાને એવા ટેવાઈ ગએલા હોય છે કે બીજાને અશક્ય લાગતું કામ તેઓ સરળતાથી કરી શકે છે. એવાં કામ ટેવ ઉપર વધારે આધાર રાખે છે.

અને મજુરીનો મોટો ભાગ તો અનિચ્છાએ આદરવાનો હોય છે. પોષણને માટે જરૂરની મજૂરી કર્યા સિવાય ગ્રામજનતાનો