પૃષ્ઠ:Gramonnati.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪ : ગ્રા મો ન્ન તિ
 


ઉપયોગી થઈ શકે એવી એમની પદ્ધતિ ન રહી એટલે જૂની સંસ્થા આપોઆપ પાછળ પડી ગઈ એ પણ ખરું. પશ્ચિમની વૈદ્યકીય પ્રગતિનું શાસ્ત્રીયપણું નવા યુગને વધારે માફક આવતું ગયું એટલે આપણે વૈદ્ય હકીમને વિસારે પાડ્યા, પરંતુ પાશ્ચિમાત્ય પદ્ધતિએ કેળવાયેલા ડૉક્ટરો પણ ગ્રામજનતાને જરાયે ઉપયોગી નીવડ્યા હોય એમ લાગતું નથી. અંગ્રેજી પદ્ધતિએ વૈદ્યકીય જ્ઞાન મેળવેલા ત્રીસ હજારથી ચાળીસ હજાર ડોક્ટરો હિંદમાં પોતાનો ધંધો ચલાવે છે, પરંતુ તેમની બધી પ્રવૃત્તિ નગર વિભાગમાં જ-Urban areaમાં જ- એકત્રિત થયેલી છે. સાત લાખ ગામડાંને તો ભાગ્યે જ ડૉકટરનાં દર્શન થાય છે.

સેવાભાવનાનો અભાવ

અને એ ડોક્ટરો પણ જ્વલ્લે જ સેવાભાવી હોય છે. અંગ્રેજી અસરે ભણેલા અને અભણ વચ્ચે મોટા ભેદ પાડી દીધેલો છે અને એ ભેદ ડોક્ટરોએ બહુ સારી રીતે પાળ્યાપોષ્યા છે. ડોક્ટરો મોટા ભાગે સરકારી નોકરી શોધે. તે ન મળતાં તેઓ પોતાનો ખાનગી ધંધો શહેરમાં જ શરૂ કરે. રોગીને રોગમુક્ત કરવાનું ધ્યેય નહિ, પણ પૈસા મેળવવાનું તેમનું ધ્યેય હોય. જીંદગીના રક્ષણ અર્થે કરવામાં આવતા ધંધામાં બદલાનાં, ભારે કીંમતનાં અને દર્દી કરતાં ડોક્ટરની વધારે મરજી સાચવવાનાં તત્ત્વો દાખલ થાય એટલે ડોક્ટરી સંસ્થા સ્વાર્થી, ભાડુઆતી અને પરિણામે નિર્દય અને નિષ્ઠુર બની જાય છે. ડૉક્ટર ધંધો શરૂ કરે એટલે તે પોતાનો દેખાવ રૌનકભર્યો રાખવાથી જ શરૂઆત કરે. દર્દી ભય પામે એવો તો ડૉક્ટરનો દિમાગ. ડૉક્ટરની તાત્કાલિક અભિલાષા મોટરમાલિક બનવાની. મોટરકાર વગરનો ડૉક્ટર ભારે અસંતોષી હોય છે. દર્દી કેટલી ફી આપી શકશે તેનો ખ્યાલ ડોક્ટરે કરવાનો હોતો જ નથી. એ તો પોતાની કિંમત નક્કી કરી બેસે છે અને દર્દીને ગરજ હોય તો તેની