પૃષ્ઠ:Gramonnati.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રા મો ન્ન તિ: ૯
 


ગામડાં શાપિત રહેવાને સર્જાયલાં નથી જ. તેમની પુનર્ઘટના બહુ જ મહત્ત્વની છે. છેવટે જગતની પુનર્ઘટનાનો અમલ તો ગામડાંદ્વારા જ થવાનો છે.

ગ્રામોન્નતિના
પ્રયત્નો

અંગ્રેજ સત્તાની શરૂઆતને આપણે વર્તમાન યુગના આરંભસ્થાન તરીકે ગણીએ તો તેમાં હરકત નથી. ધર્મ, સમાજ અને રાજ્ય એ સર્વમાં પ્રગતિકારી કે ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ થવા લાગી. એ પ્રવૃત્તિઓને અંગે અથવા દુષ્કાળ જેવી આફતોને અંગે ગામડાં તરફ જોવાની ઓછી વધતી જરૂર પણ પડવા લાગી. સરકારી અને બિન સરકારી બધા પ્રયત્નો ગણાવી જવાની અત્રે જરૂર નથી. માત્ર ક્રિશ્ચિયન મિશનરીઓ, સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટી જેવી સમાજો, અને આર્ય સમાજનાં ગુરુકૂળો કંઈક અંશે ગ્રામપુનર્ઘટનામાં ઉપયોગી થઈ પડે એવી પ્રવૃત્તિઓ કરવા લાગ્યાં હતાં એટલું અત્રે નોંધવું યોગ્ય થશે.

પંચાયત અને
સહકાર્ય

સરકારી રાહે લૉર્ડ રીપનની કારકિર્દી દરમિયાન સ્થાનિક સ્વરાજ્યનું મહત્ત્વ સ્વીકારાયું, અને ચાલુ સદીની શરૂઆતમાં સહકાર્ય પદ્ધતિથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયત્નો થવા લાગ્યા.


શ્રી. સયાજીરાવનું
સ્થાન

વડોદરા રાજ્યના સદ્‌ગત શ્રીમંત મહારાજા સયાજીરાવ પણ ત્રણ ચાર દસકા લોકોના–દેશના-આદર્શ બની શક્યા હતા. તેમણે વહીવટમાં એક સ્વપ્નદૃષ્ટાનો ઉત્સાહ અને મુત્સદ્દીની યોજકશક્તિનું સુંદર મિશ્રણ કરી ફરજિયાત કેળવણી અને પંચાયતો સ્થાપી ગ્રામ્યજીવનને ઉન્નત બનાવવાના યશસ્વી પ્રયત્નો કર્યા છે. એ બે પ્રવૃત્તિઓમાં