પૃષ્ઠ:Gramonnati.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦ : ગ્રા મો ન્ન તિ
 

છે. ગામખર્ચે મૂકાતાં ફાનસ આગેવાનોના ઘર આગળ ન રહે એમાં જ એનો સ્વાર્થત્યાગ રહેલો દેખાઈ આવશે.

કીર્તિલોભ

આવી સગવડોના સ્વાર્થ કરતાં પણ કીર્તિનો સ્વાર્થ વધારે પ્રબળ હોય છે. પોતે આગેવાન તરીકે ઓળખાય, ગામમાં અને તાલુકામાં પોતાનાં વખાણ થાય, અમલદારોને હાથે બિલ્લા મળે, સભામાં ગાદી ઉપર બેસવાનું માન મળે : આવો આવો લાલચ આગેવાનોના માર્ગમાં ભારે વિઘ્નરૂપ હોય છે. ખરો આગેવાન તે જ કે જે સહુથી ઓછું માન મેળવવા માટે તૈયાર હોય–જે તદ્દન ભૂલાઈ જવા માટે આતુર હોય. અલબત્ત, કીર્તિલોભથી કામ ઘણાં થાય છે એમ કહેવાય છે. તથાપિ એ કીર્તિલાભથી થતાં કામ શાશ્વત રહેતાં નથી. એમાં દુષિતપણું પ્રવેશે છે.

નેતૃત્વની પરીક્ષા

ગામની આગેવાની બહુ વિકટ હોવા છતાં બહુ આવશ્યક છે. ગામના નેતા–આગેવાન તરીકે અભિમાન લેનાર વ્યક્તિએ નીચેનાં સૂત્ર પ્રમાણે પોતાની પરીક્ષા કરી લેવી :–

ખરો નેતા કોણ ?

૧ જેના ગામમાં ખાનગી લઢાઈટંટા ન હોય;
૨ લઢાઈટંટા ક્વચિત્ થાય તો લોક અદાલતે ચઢતા ન હોય;
૩ જેના ગામમાં લોકો દેવાદાર ન હોય – પૈસાદાર ન હોય તો હરકત નહિ;
૪ ગામલોકો અંગ–મહેનતથી પોતાની જરૂરિયાતો પૂરી પાડે એવા સ્વાશ્રયી હોય; સરકાર મદદ લેવામાં હરકત નથી,