પૃષ્ઠ:Gramonnati.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ : ૨૫૩
 


રાખી નક્શા, ચિત્રો, વસ્તુઓ, પૂતળાં, બનાવટો અને સજીવ માણસોની સુવ્યવસ્થિત ગોઠવણી કોઈ પણ ગ્રામપ્રદર્શનને ઉપયોગી અને ગ્રામના પ્રતિબિંબ સરખું બનાવી શકાશે. ગ્રામજીવનને માત્ર ધૂળકોટ માનનાર સુખવાસીઓ તથા નફા મેળવવા પૂરતું જ ગામને ઓળખનાર દલાલો અને વ્યાપારીઓ તેની બીજી બાજુ પણ એથી જોઈ શકશે અને ગામની અડચણોના ઓળા દેખી ભાગનારને ગામ તરફ વધારે આકર્ષણ થશે.

૧ ભૌગોલિક વિભાગો

પ્રથમ તો ગુજરાતનું ગ્રામજીવન લગભગ ચાર ભૌગોલિક વિભાગ Geographical divisions – માં વહેચાઈ ગયેલું છે. એના નીચે પ્રમાણે ચાર મુખ્ય વિભાગો પાડી શકાય એમ છે :

ભોગોલિક વિભાગો

(૧) કાઠિયાવાડનાં ગામ,
(૨) ઉત્તર ગુજરાતનાં ગામ,
(૩) મધ્ય ગુજરાતનાં ગામ,
(૪) દક્ષિણ ગુજરાતનાં ગામ.

આ ચારે વિભાગનાં ગામડાંની વિશિષ્ટતા અનેક રીતે પ્રદર્શનમાં લાવી શકાય એમ છે. જે તે વિભાગની જમીન, પાક, ફળ, ફૂલ, મંજરી, છોડ, પાન, કંદ, મુળ, વૃક્ષ, વરસાદના આંકડા, જાનવરો, પહાડ, નદી, જંગલ અને ખનિજના નમૂના આપી પ્રત્યેક વિભાગની વિશિષ્ટતા સમજી-સમજાવી શકાય એમ છે.

૨ અંગશૃંગાર – Personal Decorations.

આ ચારે ભૌગોલિક વિભાગનાં સ્ત્રી, પુરુષ અને બાળકોને તેમનાં