પૃષ્ઠ:Gramonnati.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬ : ગ્રા મો ન્ન તિ
 


(૩) સારા અને સ્વચ્છ રસ્તા. ઈજનેરો અંદાજ બનાવે છે એવા ખર્ચાળ પાકા રસ્તાની આપણે વાત જવા દેવી એ જ ઠીક છે. ગ્રામોન્નતિને અને મોંઘી વસ્તુઓ કે મોંઘાં માણસોને ક્ષણવાર પણ બનતું નથી. પરંતુ ચાર કે પાંચ વર્ષની અંગમહેનતમાં રેતી કાંકરા પાથરેલા રસ્તા લગભગ બધાં ય ગામ ધારે તો બનાવી શકે એમ છે.

આ રસ્તામાં ગામઠાણના તેમ જ સીમના રસ્તાઓનો સમાવેશ થાય છે. રસ્તાઓનાં દબાણ કરવાં બહુ સહેલ છે. પરંતુ આદર્શ ગામમાં તો સાર્વજનિક રસ્તાનું દબાણ કરવું એ પાપ માનવું જોઈએ.

વળી એ રસ્તાઓની સફાઈ ભંગીઓથી અગર સાફસૂફી કરનાર નોકરોથી બને તો રખાવવી. અને તેમ ન હોય તો ગામ લોકોએ પોતાની જાતે રાખવી જોઈએ. ઘરઆંગણે કે રસ્તા ઉપર કચરો પડ્યો રહે એ ગામ આદર્શ તરીકે ન જ ઓળખાય.

આજ ઊડતી ધૂળ પણ આદર્શ ગામડાંમાં ન જ હોય.

(૪) પીવાના પાણીનું પૂરતું સાધન. ગામડાંમાં વૉટરવર્ક્સ નહિ હોય તો ચાલશે. પરંતુ શેરીએ શેરીએ મીઠા પાણીનો કૂવા તો અવશ્ય હોવા જ જોઈએ. કૂવા સ્વચ્છ કરવા માટે ગાળવાની જરૂર સૌએ સમજવી જોઈએ. કૂવાની રચના પણ એવી જોઈએ કે જેથી પાણીમાં કચરો ન પડે અને જંતુઓદ્વારા રોગના ઉપદ્રવ ન ફેલાય.

(૫) માણસ સાથે ઢોરને પણ પીવાના પાણીનાં સાધન જોઈએ. કુવે કૂવે હવાડા ભરાય તો સાધન મળી રહે. તળાવનો પણ ઉપયોગ સાચવીને થાય.

(૬) નાવા ધોવા માટે તળાવ. ગામના પ્રમાણમાં એકાદ બે ઓવારા માણસો માટે અને એકાદ બે ખડીઆટ જાનવરોની ચઢઉતર માટે હોવાં જોઈએ. તળાવમાં પાણી ચાલે એ માટે જરૂરી