પૃષ્ઠ:Gramonnati.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ ગામડું : ૨૭૧
 


ઉપરની જરૂરિયાતો સંસ્થારૂપે પૂરી પાડી શકાય એ સહજ સમજી શકાય એવું છે. એ સંસ્થાઓની પ્રવૃત્તિમાંથી એક ફળ એ આવવું જોઇએ કેઃ

અવલોકન

() ગામનું શારીરિક, સામાજિક તેમજ આર્થિક અવલોકન–Survey દર વર્ષે તૈયાર રહેવું જોઇએ. એક વખત થઈ ગએલું અવલોકન બીજે વર્ષે માત્ર સહજ સુધારા કે ફેરફાર જ માગશે.

કાર્યક્રમ

() ગામની જરૂરિયાતો, તેમને પૂરી પાડવાનાં સાધન, અને આગળ પ્રવૃત્તિ ધપાવવા માટેની ભાવિ યોજના એટલો કાર્યક્રમ ત્રણ વર્ષ માટે, પાંચ વર્ષ માટે કે પછી નિદાન એક વર્ષ માટે રચેલો તૈયાર હોવો જોઈએ. આ અવલોકન અને કાર્યક્રમ ગામની આદર્શ સ્થિતિનો ખ્યાલ આપનાર માપ છે એમ કહી શકાય.

યોજના. એ રશિયાની જાણીતી થએલી ‘પંચ વાર્ષિક યોજના’ પછી ખૂબ ચર્ચાનો વિષય થઈ પડી છે. અલબત્ત, સફળતા માટે સર્વ કાર્યો અમુક ઢબનું યોજનાબદ્ધપણું તો માગી જ લે છે. છતાં રશિયાએ પાંચ વર્ષમાં કેળવણી, ખેતી, વ્યાપાર ઉદ્યોગ અને સૈનિક તૈયારીનો એક વિસ્તૃત તથા વિગતવાર કાર્યક્રમ તૈયાર કરી એ કાર્યક્રમ બહુ જ કાળજીથી સફળ કરી બતાવ્યો. ત્યારથી યોજના એ સર્વ કાર્યમાં મહત્વનું તત્ત્વ બની રહી છે. યોજનામાં ધ્યેય નક્કી થાય છે, કાર્યની રૂપરેખા નક્કી થાય છે, ખર્ચ અને બીજા સાધનો નક્કી થાય છે, અને તેને પરિપૂર્ણ કરવા માટે ઉત્સાહ અને વેગ વધે એવો પ્રચાર કરવામાં આવે છે. આપણા અવ્યવસ્થિત દેશમાં તો યોજનાની ખૂબ જરૂર છે. આદર્શ ગામની કલ્પનામાં આવી પ્રગતિસૂચક યોજના હોવી જ જોઈએ. અમુક