લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ • ગુજરાતી નાટ્યવિવેચન
 

'અભિનયકલા' જેવું પુસ્તક લખવા પ્રેર્યા. જોકે તેમના સમયમાં કે તે પછી કોઈ નટ-દિગ્દર્શકે તેમનું આ પુસ્તક વાંચ્યું હોય તેવા દાખલા નથી મળતા.

આ નરસિંહરાવ નાટકમાં સત્યને પ્રાધાન્ય આપે છે. આથી નટ ને પાત્ર ભજવતો હોય તેણે જે તે પાત્રમાં ગંભીરતાપૂર્વક અભિનય નક્કી કરવો જોઈએ. અતિવ્યાપ્તિના દોષથી નાટક જ નહીં સમાજને પણ ઘણું સહન કરવાનું આવે છે એમ માને છે. ના તે સમયે 'જામન'. 'કૉલેજ કન્યા' નાટકમાં કૉલેજ શિક્ષણ અને કૉલેજમાં ભણતી કન્યાના સત્યથી વિપરીત માત્ર લોકરુચિ સંતોષવા કરેલા ભ્રષ્ટ આલેખનને કારણે ચન્દ્રવદન મહેતાએ ભારે ઊહાપોહ જગાવ્યો હતો. નરસિંહરાવ પણ આવેશમાં આવી કલા અને સત્ય એ લેખ લખે છે. 'બાપુલાલ અને જયશંકરની અસાધારણ અભિનયશક્તિ ઉત્તરોત્તર વધતી જાય છે તે જોઈને સંતોષ, આનંદ અને ગુજરાતી અભિનયકલા માટે ગર્વ ઉત્પન્ન થયો. તે સાથે જ એ સમર્થ નટયુગલ સિવાય અન્ય નટોએ ભજવેલો ખેલ જોઈને મન તથા હૃદયને આઘાત સાથે ગ્લાનિ થયા વિના રહી નહીં. એ ઇતર નટોમાં અભિનયની કલામાં દૂષણ નહોતું પરંતુ નાટકમાં આલેખાયેલી સ્થિતિમાં પાશ્ચાત્યવિદ્યા પર અંધ આક્ષેપ Co-education (સહશિક્ષણ)ના પ્રશ્નનું વિપરીત દર્શન અને કૉલેજમાં ભણતી ગુજરાતી કન્યાઓ ઉપર નિંદપ્રહારનાં દર્શન થવાની સાથે જ મારું હૃદય ઊકળી આવ્યું. કલાનો આ અતિચાર ! કલા અને સત્યનો અવિચ્છેદ્ય સંબંધ શૂદ્ર ભાવથી તોડી નાંખેલો જોઈ મારી રસવૃત્તિને પણ આઘાત લાગ્યો.' કલામાં સત્યનો આગ્રહ યથાર્થ છે. ભરત નાટ્યશાસ્ત્રમાં પણ નટપ્રયોક્તા માટે અસત્યનું આચરણ વર્જ્ય માન્યું છે. 'કૉલેજજીવનના આ સત્ય-વિરોધી નિંદાચિત્ર માટે નાટ્યકારે શું પ્રાયશ્ચિત્ત ભોગવવું પડશે ? અલબત્ત, નાટકનો અભિનય, અજ્ઞાન ને નિંદારસિક લોકસંઘ સંસ્કારપાત્ર ભલે બનાવે, અને ધન-સંચયનું સાધન થઈને લાગતા-વળગતાને તૃપ્ત કરે પરંતુ ભારે જવાબદારીનું ભાન હોય એવા નાટકકારને સારુ હમણાં નહીં પણ કોક કાળે એમની 'કૉલેજની કન્યા'ને માટે ચીતરેલા શ્યામ પરિણામના કરતાં વિશેષ શ્યામ ભાવિ સંતાઈ રહ્યું છે. આટલી ચેતવણી શું બસ નહીં થાય.'

નરસિંહરાવ દિવેટિયા પ્રસંગોપાત્ત પ્રત્યક્ષ વિવેચન કરે છે. ભજવાતાં નાટકોનું વિવેચન તેમની પાસેથી નથી મળતું. પૃથક્કરણ-વિશ્લેષણની પ્રવિધિથી જ એ દરેક નાટકને તપાસે છે. જોકે એ દૃઢ રીતે માને છે કે 'નાટ્ય વિનાનાં નાટક ન હોઈ શકે.'

રમણભાઈ નીલકંઠ (૧૮૬૮-૧૯૨૮)

નાટક 'સર્વાનુભવ રસિક કવિતાનો સૌથી ઉત્તમ આવિર્ભાવ છે. એના કવિમાં જનસ્વભાવના નિરીક્ષણ ઉપરાંત જ્યાં જ્યાં નિરીક્ષણ કરે ત્યાં ત્યાં ચમત્કાર અને ચેતના જોવાની શક્તિ હોવી જોઈએ.'૧૦ રમણભાઈ 'રાઈનો પર્વત' લખે છે. તેમની