પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

24
ગર્વગંજન.

ભુવનપાલપ્રાસાદ ચણાઈને તૈયાર થયો. મંત્રી જિનધર્મી છતાં જીવનમાં સૌ પહેલી પ્રતિષ્ઠા શંભુની કરે છે, એ સમાચાર ગુજરાતભરમાં ફેલાયા. સોમેશ્વરદેવે સર્વ સ્થળોમાં નોતરાં પાઠવ્યાં. ધોળકાનો વાણિયો અમાત્ય ગામેગામના રાજપૂતોને, સૈનિકોને, કાંટિયા વર્ણોને, કોળીઓને, ભીલોને ને ઠાકરડાઓને હૃદયે વસ્યો. એક સામાન્ય યોદ્ધાના પરાક્રમની આવી કદર ઈતિહાસમાં અપૂર્વ હતી. ભુવનપાલપ્રાસાદના પ્રતિષ્ઠાપ્રસંગે પ્રજાનો મહામેળો ભરાયો. એ પ્રજામેળાની સન્મુખ મંત્રીએ ભુવનપાલનાં વૃદ્ધ, કંગાલ, ગામડાવાસી માતપિતાને સાદર કર્યાં. હજારો આંખોમાંથી દડદડ આંસુડાં વહ્યાં. અને પછી ગુર્જરીના શ્રેષ્ઠ કવિઓને મુખેથી મંત્રીની બિરદાવલિઓ ગાજી ઊઠી –

રાજકુલગુરુ સોમેશ્વરદેવ સૌ પહેલાં ઊઠ્યા ને બોલ્યા:

श्रीवस्तुपाल ! प्रतिपक्षकाल !
स्वया प्रपेदे पुरुषोत्तमत्वम् ।
तीरेऽपि वाध्धेरकृतेऽपि मत्स्ये
रुपे पराजीयत येन शङखः

[હે વસ્તુપાલ ! હે વિરોધપક્ષના કાલ ! તેં તો પુરુષોત્તમ પ્રભુનું પદ પ્રાપ્ત કર્યું. મત્સ્યનું રૂપ ધર્યા વગર જ તેં તો શંખનો (શંખાસુરનો) પરાજય કર્યો.] '

બીજાએ કહ્યું:

श्रीवस्तुपाल तव भालतले जिनाज्ञा,
वाणी मुखे, हृदि कृपा, करपल्लवे श्रीः।
देहे द्युतिर्विलसतीति रूपैव कीर्तिः ।
पैतामहं सपदि धाम जगाम नाम ।।

ત્રીજાએ યુક્તિ લડાવી –

अनि:सरन्तीमपि मेहगर्भात्
कीर्ति परेषामुसतीं वदन्ति ।