પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
66
ગુજરાતનો જય
 

બેઉ બેઠા બેઠા સમસમી રહ્યા છે. સાડી અને કાજળની દાબડી સાચવીને પટારામાં રાખી મૂકી છે.'

'મોટા રાણાને ક્યાંય સુખ નહીં, ક્યાંય વિસામો નહીં.'

'વિસામો' શબ્દ સાંભળતાં જ મલાવના મુખ્ય આરાની સામે ઊભેલો, વિસામા નામે ઓળખાતો, માથોડું ઊંચો ઓટો બોલી ઊઠ્યો:

‘મારું નામ કેમ લો છો ? મારી ઓથે આવીને કેટલીયે રાતના અંધારામાં કોઈક બે જણાં આંહીં મોટા રાણાની વાટ જોતાં ઊભાં રહ્યાં છે જાણો છો?'

'કોણ બે જણાં વળી? હેં મૂંગા ! તને મૂંગાને વળી વાણી ક્યાંથી ફૂટી?' આરાએ વિસામાને ધમકાવી કાઢ્યો.

'એનું નામ દેવરાજ પટ્ટકિલ અને મદનરાણી. એ તો અહીં વારંવાર આવે છે. એને ખબર છે કે નાના રાણાનું સત્યાનાશ કાઢી રહેલ છે મામા. એની આંતરડી દાઝે એવી તો કોઈની ન દાઝે, ખબર છે મૂરખા !'

‘એને શાનું દાઝે? એ કોણ ?’

‘એ હું શા માટે કહી દઉં? નહીં કહું. એ આંહીં ત્રણ વાર આખી રાત રોકાઈને પાછાં ગયાં, પણ મોટા રાણાનો ભેટો જ થયો નહીં. એણે તો આ મીનલપ્રાસાદમાં કેટલી વાર માનતાઓ ચડાવી!'

'કેટલી વયનાં છે?' આરાનું એક લીસું પગથિયું પણ વાતોમાં ઊતર્યું.

'દેવરાજ પચાસ વર્ષના, મદનરાણી ચાળીશનાં.'

‘ત્યારે તો એ નહીં.’ લાલ લાલ લીસા પગથિયાએ મોં મચકોડ્યું.

‘એ વળી કોણ? તુંય બહુ સાફાઈ કરતું પાછું સ્પષ્ટ વાત કહેતું નથી. ઉપાડીને તને ફેંકી દેશે મામો, ખબર છે?' આરાએ પોતાના એ લીસા પગથિયાને ધધડાવી નાખ્યું.

‘એ તો છે પચીસ અને અઢાર વર્ષનાં બે જણાં.'

‘તારે ને એને ક્યાંની ઓળખાણ ?’

‘ઓળખાણ તો બહુ મીઠી છે. અને જેટલી મીઠી એટલી જ વેદનાભરી છે.'

'કેમ મીઠી ને વેદનાભરી?' પાણીએ પૂછ્યું.

‘જુઓને, મારા જેટલો સુંવાળો છે કોઈ બીજો એકેય પથ્થર આ આરાનો? આંહીં પોતાના પગ ઘસીને કોણે મને ફરસું બનાવ્યું જાણો છો?’

‘જાણી જાણી હવે!' આરો ચડભડ્યો, 'પેલી વયજૂકાએને?'

હા, હા, પોરવાડ-ઓળના રસ્તેથી આંહીં ધોણ્ય ધોવા એ વયજૂકા આવે છે. અને રાજગઢમાંથી નાના રાણાની ધોણ્ય લઈને આવે છે એક વંઠક. એનું નામ