પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
74
ગુજરાતનો જય
 

જ બાળક જેવો લાગ્યો. વામનસ્થલીના કુંવર સાંગણનો દેહ પ્રચંડ ભેંસા જેવડો હતો. એમાં સોરઠી ડાકુપણાની દોંગાઈ અને કરડાકી હતાં.

“વાણિયું છોને?” એણે તેજપાલને કહ્યું.

"જી હા.”

"બટકુંક છો ! ધોળકામાં વેપલો કરવો છે ને?”

"હા જી.”

“તો કુંવરપછેડો દેવો પડશે.”

“એ તો સૌ સૌની લાગણીની ને શક્તિની વાત છે.”

“તું એક જ લાગણીનો મુખત્યાર છો? કુંવરપછેડો તો ગામડે ગામડાંએ ને ઘરે ઘરે આપ્યો છે.”

“આપ્યો નથી, તમે પડાવ્યો છે. રાણાજી અહીં નથી. એની ઈચ્છા કોઈ જાણતું નથી.”

“રાણાનું શું કામ છે, તિતાલી ! હું કહું છું એ જ બસ છે.”

“તમે કહો એ ન ચાલે. રાજ રાણા વીરધવલનું છે, મામાનું કે માશીનું નથી, વામનસ્થલીના ધણી ! આંહીં ગુજરાત છે, સોરઠ નથી.”

“લવારા કરછ, હિંગતોળ?” સાંગણનો પાડા જેવો દેહ ઊભો થઈ ગયો.

“જીભ સંભાળો, મામા!”

“અરે જીભ સંભાળવાવાળો !” એમ કહેતે સાંગણે તલવાર ખેંચી.

તેજપાલે જરાય ધગ્યા વગર સાંગણના પંજાની તલવાર ઝાલનારી મૂઠી પર હાથ મૂકીને મર્મના સ્થળ પર દબાવી. મૂઠી ઊઘડી ગઈ, તલવાર ભોંય પર પડી, તેજપાલે તે ઉપાડી, ઉપાડતાં પલવાર લાગી. મહાજન ઊભું થઈ ગયું, કેટલાક દાદર નજીક હતા તે ઊતરી ગયા, બીજા કેટલાકની છાતીમાં સૂતેલા શૌર્યના દીવા થયા. મામાએ માન્યું કે શત્રુ તલવારનો ઘા કરવા સજ્જ થયો. એણે હિચકારાની રીતે આડા હાથ દીધા.

“બીઓ મા, મામા!” એમ કહીને તેજપાલે તલવારને મૂઠેથી ઝાલી જમીન પર પીંછી ટેકવી તલવાર પર ભાર દીધો. તલવાર વટની હતી. તૂટી નહીં, પણ બેવડી વળીને ચીપિયા આકારની થઈ ગઈ.

ખેસધારી વામનદેવની આંખો ફાટી ગઈ. સાંગણ સફેદ પૂણી જેવે મોંએ ઊભો. વ્યાપારીઓમાંથી કેટલાક વૃદ્ધો ને જુવાનો તેજપાલની પીઠ પાછળ જમા થઈ ગયા.

મામાનો હાથ ભેટની કટાર પર જતો હતો, એટલે તેજપાલે કહ્યું: “કટારી બેવડ નહીં વળી શકે દરબાર, ને સીધી તમારી છાતીમાં ઊતરશે. તકલીફ ઉઠાવો