પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૦૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૩

રૂપકો

પણ જે મારાં નથી, તેઓ મારો અવાજ નહિ ઓળખે, અને મારી પાછળ નહિ આવે.

૧૮. ખોવાયેલું ઘેટું

તમારી પાસે સો ઘેટાં હોય, અને તેમાંથી એક ઘેટું ભૂલું પડી જંગલમાં રહી જાય, તો તમારામાંથી એવો કોણ છે કે જે તેને શોધવા ન જાય, અને તે મળે ત્યારે પડોશીઓને આનંદથી ન જણાવે કે મારું ખોવાયેલું ઘેટું જડી ગયું?

અથવા, કઈ સ્ત્રી પોતાના દસ રૂપિયામાંથી એક રૂપિયો અંધારામાં પડી ગયો હોય તો દીવો સળગાવી તેને શોધવા ન નીકળે, અને મળે તો પડોશણન્તે આનંદથી ખબર ન આપે?

તે જ પ્રમાણે એક પાપી પશ્ચાતાપ કરી સન્માર્ગે આવે તો ઇશ્વરને ત્યાં તે દિવસે વધારે આનંદ મનાય છે.