પૃષ્ઠ:Ishu Khrist.djvu/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬

ઈશુ ખ્રિસ્ત


तपश्चर्या

ઉપલા બનાવ પછીની પાછી લગભગ અઢાર વર્ષ સુધીની હકીકત નોંધાયેલી નથી. એમ લાગે છે કે એણે આ સમય આધ્યાત્મિક ચિંતનમાં ગાળ્યો હોવો જોઈએ. ત્રીસેક વર્ષની ઉંમરે એણે યોહાનને હાથે દીક્ષા લીધાનો ઉલ્લેખ છે. ત્યાર પછી ચાળીસ દિવસ સુધી એક પહાડમાં રહી ઉપવાસપૂર્વક સાધના કર્યાનો ઉલ્લેખ છે. આને પરિણામે એને ધર્મતત્ત્વનો બોધ થયો, અને કાંઈક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ એમ અનુમાન થાય છે. એનામાં એક પ્રકારના આત્મવિશ્વાસપૂર્વક ઈશ્વરનિષ્ઠા દૃઢ થઈ તથા દુન્યવી લાભ-હાનિ તથા સુખદુ:ખોની પરવા ન કરી પોતાને જે સાચું લાગે તે પ્રમાણે જગતના હિત માટે કહેવા અને આચરવા માટેની હિમ્મત ઉત્પન્ન થઈ. છતાં, દુનિયાના વિરોધો અને સંકટોથી મન નિર્બળ થવાનો સંભવ ઉત્પન્ન થાય, ત્યારે તે વારે વારે પહાડ વગેરે કોઇ સ્થળે એકાન્તવાસ કરી સાધનાની પુનરાવૃત્તિ કરતો, અને પોતાની ઈશ્વરનિષ્ઠા સતેજ કરતો.


सिद्धिओ

એને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓમાં સ્પર્શ અથવા વચનમાત્રથી રોગ અને મંદવાડ મટાડવાની, ખોરાકનું પાત્ર અક્ષય કરવાની, અને તોફાન રોકવું, પાણી પર ચાલવું, વગેરેની શક્તિ ગણવામાં આવે છે.

નોંધ

चमत्कारो - જૂના કાળના સંતપુરુષોનાં જીવનચરિત્રો ચમત્કારોનાં વૃતાન્તોથી ભરપૂર હોય છે. અજ્ઞાન પ્રજા તેમ જ વ્યવહારની દૃષ્ટિએ બુદ્ધિશાળી પણ અત્યન્ત સાંસારિક તૃષ્ણાઓથી