પૃષ્ઠ:Ishu Khrist.djvu/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬

ઈશુ ખ્રિસ્ત

कॅपरनाउममां

અહીં બે ત્રણ શિષ્યો એના ઉપર બહુ પ્રેઅમ રાખનારા હતા. આ ગામમાં એણે ઘણાક ચમત્કારો પણ કરી બતાવ્યા હતા. એનો સૌથી પહેલો શિષ્ય સાઇમન ઉર્ફે પિટર આ જ ગામનો રહીશ હતો. તે, એનો ભાઈ અને બીજા બે શિષ્યો અહીંથી એના નિરંતરના સાથી થયા. આ ભાઈઓના સથવારામાં ઈશુએ આખા ગૅલિલીમાં ઉપદેશ આપવાનું અને રોગો સારા કરવાનું કામ કર્યું.


बीजी वार
यरुशालेममां

કેટલાક મહિના પછી વળી યહૂદીઓનું એક પર્વ આવ્યું. અને તે વખતે ઈશુ પાછો યરુશાલેમ ગયો. ચમત્કારિક રીતે રોગો સારા કરનાર અને ભૂતોને કાઢનાર તરીકે અત્યાર અગાઉ એની કીર્તિ ફેલાઈ ગઈ હતી. અને તેથી એને જોવાને લોકોનાં ટોળેટોળાં ભેગાં થતાં હતાં. યરુશાલેમના મન્દિરની પાસે એક કુંડ આગળ ઈશુ બેઠો હતો. એટલામાં ૩૮ વર્ષથી અર્ધાંગ-વાયુથી પીડાતો એક રોગી ત્યાં આવ્યો. ઈશુએ એને વચનમાત્રથી સારો કરી દીધો અને એને પોતાનો ખાટલો ઊંચકી ઘેર જવા કહ્યું. આ દિવસ વિશ્રાન્તિનો હતો. ઈશુ વિશ્રાન્તિના દિવસને માનતો નથી, એ નાસ્તિક છે, એમ કહેવાને યહૂદીઓને આ પૂરતું કારણ લાગ્યું. રોગીને સારો કર્યો એ તો એક મોટું પાપ થયું જ, વળી ખાટલો ઊંચકીને જવાનું- એટલે કામ કરવાનું કહ્યું, એ તો પાપની હદ થઈ. આ ઉપરાંત વિશ્રાન્તિવારને વિધિસર નહિ પાળવાના બીજા પણ આરોપો એની અને એના શિષ્યો પર હતા. લોકોએ ઈશુ પાસેથી આ