પ્રવૃત્તિ
ધર્મભંગ માટે ખુલાસો માગ્યો. ઈશુએ કહ્યું કે "પરમેશ્વર દયાનાં કામ હરઘડી કર્યા કરે છે, માટે દયાનાં કર્મો માટે ઈશ્વરના પુત્રને વિશ્રાન્તિવારની બંધી હોઈ ન શકે." આ રીતે ઈશુ વારંવાર પોતાને ઈશ્વરના પુત્ર તરીકે ઓળખાવતો. પણ સ્ત્રીના ઉદરમાંથી ઉત્પન્ન થયેલો બેપગો માણસ આ રીતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કરે, એ યહૂદીઓને મન નાસ્તિકતા અને નફટાઈની નિશાનીઓ હતી. ઈશ્વરનો પુત્ર હાડકાં-ચામડાંનો ન હોઈ શકે, એ માતાના ઉદરમાંથી જન્મ્યો ન હોય, ગરીબને ઘેર ન હોય, એ તો સિંહાસન પર બેસનારો હોય એમ તેમનું કહેવું હતું.
આ ઉપરાંત ઈશુ આગળ કોઈ પાપી માણસ આવીને અનુતાપ કરે તો "તારાં સર્વ પાપો નાશ પામ્યાં છે" એમ એ તેને આશ્વાસન આપતો. ઈશ્વરને નામે પાપોની માફી બક્ષવાનો ઈશુને શો અધિકાર, એમ પૂજારીઓને લાગતું. આ રીતે ઈશુ તરફ એમનો દ્વેષ દિવસે દિવસે વધતો જતો હતો.
ધીમે ધીમે ઈશુના અન્તેવારી શિષ્યોની સંખ્યા વધીને બારની થઈ. તેમાં યેહૂદા (Judas)નું નામ યાદ રાખવા જેવું છે, કારણકે આ માણસે જ ઈશુને દગો દઈ મારી નંખાવ્યો હતો. આ બાર શિષ્યો એના સાધુઓ જેવા હતા.
આ રીતે ઈશુનું ઉપદેશનું કાર્ય ચાલ્યું. એના વકતૃત્વથી ઘણા લોકો એને સાંભળવા ખેંચાતા, પણ મોટે ભાગે તો એને હાથે સાજા થવા જ ઘણા લોકો આવતા. ઈશુએ પોતે પણ જોયું કે લોકોને પોતાના શારીરીક રોગોથી છૂટવાની