પૃષ્ઠ:Ishu Khrist.djvu/૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪

ઈશુ ખ્રિસ્ત

फॅरिसीओनी जडता

એક વાર વળી પાછો તંબુનિવાસ (સુક્કોથ) પર્વને સમયે ઈશુ યરુશાલેમ ગયો અને મન્દિરમાં ઉપદેશ દેવા લાગ્યો. એના ઉપદેશનો અર્થ જ ફૅરિસી લોકો સમજી શક્તા ન હતા. ઈશુ આત્મનિષ્ઠ હતો, અને આત્મા શબ્દોનો ઉચ્ચાર કર્યા વિના પોતાને અજર, અમર, સનાતન કહેવડાવતો હતો. એને સાંભળનારા એને સાડાત્રણ હાથના એક પૂતળા તરીકે જ જોતા, અને એટલો જ ઈશુ એમ માનતા. તેથી, જ્યારે એ કહેતો કે, 'તમે મને શોધી શકવાના નથી, 'ત્યરે લોકો એના શબ્દો સ્થૂલાર્થમાં જ સમજતા અને એ નસવા સંતાવા માગે છે એમ ધારતા. એ જ્યારે કહેતો, ' હું યહૂદીઓના પૂર્વજોથી પણ પહેલો છું.' ત્યરે ફૅરિસીઓ એને ગાંડો, જૂઠો, પૂર્વજોનું અપમાન કરવાવાળો કે નાસ્તિક સમજતા. એ જ્યારે પોતાને પરમેશ્વર પુત્ર કહેતો, ત્યારે એને બડાઈખોર માનતા. અને આ કારણથી એ ઝનૂની લોકો એના ઉપર ક્રોધથી ઊલટતા અને મારી નાંખવા તૈયાર થતા.

प्रजानो रोष

યહૂદીયા ભારતવર્ષ ન હતું. જે આધ્યાત્મિક કોટિની વાતો ઈશુ કહેતો તે સમજવા જેટલી શક્તિ ધરાવનાર ત્યાં શ્રોતાગણ જ ન હતો. ઈશુના શબ્દોમાં જ કહીએ તો, એનાં વચનમૌક્તિકો ડુક્કર આગળ વેરાતાં હતાં. એની આધ્યાત્મિક સ્થિતિ એ પ્રજા સમજી શકતી ન હતી, અને ઈશુ એમની વિધિઓ અને રૂઢિઓનું યથાશાસ્ત્ર પાલન કરતો નહિ. એના શિષ્યો વિશ્રાન્તિવાર બરાબર પાળતા નહિ, ઉપવાસો કરતા