પૃષ્ઠ:Ishu Khrist.djvu/૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નહિ, જમતાં પહેલાં હાથ ધોવાની કાળજી રાખતા નહિ, વગેરે વગેરે એમને મન મહત્ત્વની અને ધર્મના આવશ્યક ચિહ્નોની અવગણના થતી, તે એ ઝનૂની અને વહેમી પ્રજા સહન કરી શકતી નહોતી. આવાં કારણોને લીધે ઈશુનો જીવ હવે હર પળે જોખમમાં હતો. છતાં ચાર છ મહિના એને ગૅલિલીમાં ફરી આવવાનું મળ્યું.

शिष्योनी उणप

હજારો માણસો ઈશુનો સંદેશ સાંભળવા આવતા, પણ્ એનું શિષ્યત્વ સ્વીકારવા થોડા જ આતુર હતા. એ પણ હવે કોઈને પોતાના સાથી કરવા ઇચ્છતો નહોતો. જે પોતાનો ક્રુસ લઈને ચાલી શકે તે મારા સાથીદાર થઈ શકે એમ એ કહેતો. માનવજાતિ પ્રત્યેના પોતાના પ્રેમની પરીક્ષા એણે મરણથી જ આપવી પડશે, એમ એ વારંવાર સૂચવતો; પણ એનો નિત્ય સહવાસ કરનારા શિષ્યો પણ એને સમજી શકતા નહિ. એ લોકોના મનમાં પણ ઊંડે ઊંડે એમ જ રહ્યું હતું કે, ઈશુ મોડો વહેલો યહૂદી લોકોનું ભૌતિક રાજ્ય સ્થાપશે. અને તેથી એ રાજ્ય પ્રાપ્ત થયા બાદ એને જમણે અને ડાબે હાથે બેસવાનો એ મનોરથો કરતા. ઈશુ અને જેમની સાથે એ રહ્યો હતો તે બે વચ્ચે આટલું બધું બુદ્ધિનું અંતર હતું.

નોંધ

पापोनी माफी - જેના જીવનમાં કદી નાનો મોટો દોષ થયો નથી એવો કોણ હશે ? જો દોષોની માફી જ ન થાય તો જગતમાં એકે જીવને ઉન્નત થવાની આશા જ ન રહે. પણ ગમે તેટલું એક કાળે દોષિત જીવન વીત્યું હોય, છતાં જેના હૃદયમાં તીવ્ર અનુતાપની જ્વાળા સળગી ઊઠે