પૃષ્ઠ:Ishu Khrist.djvu/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨

ઈશુ ખ્રિસ્ત

તૃષ્ણાને છોડ્યા વિના, જ્ઞાન વિના, પુરુષપ્રયત્ન વિના, નિરહંકારિતા વિના કેવળ કોઈ બીજો સ્વર્ગમાં લઈ જાય તો તેમાં કૂદકો મારી દેવાની ઇચ્છા છે ! સંત થયા વિના સંતની સાથે બેસવું છે. એ કેમ બનશે? જેમ ઉષ્ણતા વિના અગ્નિપણું સંભવે નહિ તેમ સાધુતા વિના શાન્તિ ન જ મળે. જેમ પોતાની ભૂખ ભાંગવા પોતાનાં જ જડબાં હલાવવાં પડે તેમ પોતાનો ઉદ્ધાર પોતા વડે જ થવનો. પોતે સંતતા પ્રાપ્ત કર્યા વિના પ્રભુનું ધામ ન જ મળે, એ સત્ય જ્યાં સુધી આપણા હૃદયમાં ઠસે નહિ ત્યાં સુધી પોતાના ઇષ્ટ દેવ પરની તારક તરીકેની અખૂટ શ્રદ્ધા પણ મૂઢપણાની જ રહેવાની. સંતોનાં ચરિત્રો સંતતા પ્રાપ્ત કરવા માટે માત્ર માર્ગદર્શક છે, ઉદ્ધાર પોતે સંત થવામાં છે; સંતની મૂર્તિઓ કે એમની પ્રસાદીનાં સ્થાનો કે ચીજોને કેવળ પૂજવામાં નથી. સંતની કેવળ પૂજા એ બસ નથી. સંત પ્રિય બને, એ વહાલો બની જાય, એના ગુણો સાથે એ આપણા હૃદયમાં નિવાસ કરે, એની અને આપણી વચ્ચે અન્તર ન રહે, તો જ એનું જીવન સાર્થક, આપણો મોક્ષ અને જગતનું કલ્યાણ. અસ્તુ.

નોંધ

ईशुनुं फरी ऊठवुं- ઈશુના ચમત્કારોમાં મર્યા પછી ત્રીજે દિવસે ફરીથી જીવતા થવું એવો એક ચમત્કાર વર્ણવાય છે, અને તે ખ્રિસ્તી ધર્મની સચ્ચાઈનો એક મોટો પુરવો લેખાય છે. જે આ વાત ન સ્વીકારે તે શ્રદ્ધાળુ ખ્રિસ્તી ન ગણી શકાય. કથા આ પ્રમાણે છે :

ઈશ્વરના યુવરાજના અવતર વિષે યહૂદી ધર્મગ્રંથોમાં જે આગાહીઓ છે, તેમાં યુવરાજને ઓળખવાની જે નિશાનીઓ