પૃષ્ઠ:Ishu Khrist.djvu/૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૧

પર્વત પરનું પ્રવચન

ક્ષમાના અધિકારી થઈ શકો; અને, ક્રૂતઘ્ન તરફ પણ કરુણા રાખો; કારણ કે પ્રભુ એવો જ કરુણામય છે. સંતો, જેવો પરમેશ્વર પૂર્ણ છે અને સર્વે શુભ ગુણોનો ભંડાર છે, તેમ તમે પૂર્ણ બનો, પૂર્ણ બનો.

अव्यभिचार

અને વળી, વ્યભિચાર શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ છે એ તો તમે સાંભળ્યું છે. પણ હું કહું છું કે જે કોઈ કુદૃષ્ટિથી જુએ છે તેણે પણ પોતાના મન વડે વ્યભિચાર કર્યો જ છે. શિષ્યો, જો તમારી જમણી આંખ કદી પાપથી ચંચળ થાય તો તમે તેને તુર્ત ફોડી નાંખજો. જો તમારો જમણો હાથ તમારી પાસે અયોગ્ય વર્તન કરવવા માગે તો તમે તેને તુર્ત કાપી નાંખજો. કારણ કે તમારા સત્ત્વની હાનિ કરતાં તમારા શરીરનું એક અંગ ઓછું થાય તો તેમાં ઓછું નુક્શાન છે.

निर्मत्सरता

કોઈના આન્તરિક ઉદ્દેશો વિષે કલ્પના ન કરો, પણ સર્વેને વિષે ઉદાર બુદ્ધિ જ રાખો.

.

વળી, શિષ્યો, આંધળો આંધળાને દોરી શકે કે? તેમ શિષ્યનું શિષ્યત્વ છે ત્યાં સુધી તે ગુરુ કરતાં ચડી શકે નહિ; પણ પૂર્ણ થતાં એના જેવો માત્ર થઈ શકે.

તમારી આંખમાં કાંકરો પડ્યો હોય ત્યાં સુધી બીજાની આંખમાં પડેલી રજને જોવા ન બેસો; તેને કાઢવા પ્રયત્ન ન કરો; તમારા દોષને જ પહેલાં કાઢો.

मन-कर्मनो संबंध

સુવૃક્ષનું ફળ ખરાબ ન હોવું જોઈએ, અને ખરાબ ઝાડ પર સારું ફળ ન પાકી શકે; કારણ કે વૃક્ષની જાતે એનાં ફળ પરથી જ જણાય છે. તેમ તમારાં કર્મ અને વાણી તમારાં હૃદયને દેખાડે છે.