પૃષ્ઠ:Ishu Khrist.djvu/૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૨

ઈશુ ખ્રિસ્ત

सोगंद

અને શાસ્ત્રોમાં કહ્યું છે કે ખોટા સોગંદ લેવા નહિ, પણ તે બરાબર પાળવા. પણ હું તમને કહું છું કે તમારે ક્યારેય કોઈના સોગંદ લેવા નહિ. ભગવાનના નહિ, ભગવાનના ધામના નહિ, પૃથ્વીના નહિ, મંદિરના નહિ, તીર્થના નહિ, તમારા પોતાના નહિ કે બીજાનાયે નહિ. કારણ કે તમે એક ધોળા વાળને કાળો, કે કાળાને ધોળો કરી શકતા નથી. માટે તમારે વિચાર કરીને હા કે ના એટલું જ કહેવું; પણ એથી વધારે પ્રતિજ્ઞા કરવી નહિ.

साचुं शिष्यत्व

તમે મોઢેથી ગુરુ, ગુરુ કહ્યા કરો, પણ જો મારા પ્રભુના આદેશો પ્રમાણે વર્તો નહિ, તો તમે મારું ઓથું, અને ઈશ્વરનું નામ નકામું જ લો છો. તેવાઓને હું કદી પોતાના કહીને સ્વીકારતો નથી. જો કયામતને દહાડે તમે મને કહેશો કે અમે તો તમારું જ નામ લેતા હતા, અને તમારા નામનો જ પ્રચાર કરતા હતા, તોયે હું કહીશ કે, 'જાઓ હું તમને ઓળખતો નથી.' માટે, સાવચેત રહેજો. તમારું મકાન પાકે પાયે અને મજબૂત ચણજો. તો જ એ ભારેમાં ભારે તોફાનો સામે ટકી રહેશે. પણ જો તમે પાયા વિનાનું નબળું મકાન બાંધશો તો તે વરસાદ અને તોફાનને ઝીલી નહિ શકે અને પડી જશે, અને તમારો સર્વથા નાશ જ કરશે.

अनाडंबर

સંતો, તમારાં સત્કર્મોને છુપાવી રાખજો, તમારા જમણે હાથે કરેલા દાનની ડાબા હાથને પણ જાણ થવા ન દેશો. અને તમે ઉપવાસ કરો ત્યારે પ્રસન્ન મુખ રાખજો, કે જેથી તમે ઉપવાસ