બીજાં પ્રવચનો
અને મને પીરસ અને હું ખાઉં પીઉં પછી તું પણ ખાજે પીજે. અને તે ગુલામ એ બધું કરી દે તે માટે તમે એનો આભાર માનતા નહિ હો. અને તે ગુલામ પણ તેવી આશા રાખતો નથી.
માટે તમે પણ જે કાંઈ ઈશ્વરના નિયમો પાળો અને સેવાઓ બજાવો તે માત્ર તમારી ફરજ સમજીને જ કરો. એ વિષે કૃતજ્ઞતાની કે બદલાની આશા ન રાખો.
એક પૈસાદાર માણસની જમીનમાં પુષ્કળ ધાન્ય પેદા થયું. તેણે વિચાર્યું કે, 'આ બધા અનાજનું હું હવે શું કરું? મારી પાસે એને રાખવાને જગ્યાયે નથી. માટે હું મારા જૂના કોઠાર તોડી તેને બદલે વધારે મોટા કોઠાર બાંધીશ અને તેમાં મારો બધો માલ રાખીશ.' અને વળી વિચાર કરવા લાગ્યો કે, 'હાશ, જીવ, હવે તારે ઘણાં વરસની નિરાંત થઈ ગઈ, હવે તું સુખેથી ખાઈ પીને આનંદ કર.'
પણ ભગવાને તેને કહ્યું, 'હે મૂર્ખ, તારું આયુષ્ય હવે ખૂટી ગયું છે, અને આજે જ રાત્રે તારો જીવ નીકળી જવાનો છે. પછી તારો આ બધો સંગ્રહ કોને કામ આવશે?'
જે ઈશ્વર સિવાય બીજી સંપત્તિ સંઘરી રાખે છે તે સર્વેનું આમ થાય છે.
આથી હું કહું છું કે તમે શું ખાશો અને શું પહેરશો તેની ચિંતા ન કરો. અન્ન અને વસ્ત્ર કરતાં જીવન વધારે મહત્ત્વનું છે. જુઓ આ કાગડા; તે નથી વાવતા કે નથી લણતા; નથી કોઠાર બાંધતા કે નથી કોઠી રાખતા. પણ