આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩
રૂપકો
૧. ખેતરની વાવણીએક ખેડૂત [૧] ખેતરમાં વાવવા નીકળ્યો. ત્યારે વાવતા વાવતાં કેટલાંક બી [૨] ખેતરની બહાર રસ્તા પર [૩] પડી ગયાં; અને પક્ષીઓ [૪] આવી તેને થોડી વારમાં ઉપાડી ગયાં.
અને વળી કેટલાંક બી મોરમવાળી જમીનમાં [૫] પડ્યાં. ત્યાં ઊંડી ભોંય નહોતી. તે વહેલાં ફૂટી નીકળ્યાં. પણ નીચે ભોંય ન હોવાથી તે મૂળ ઘાલી ન શક્યાં, અને સૂરજના તાપમાં બળી ગયાં. [૬]
અને કેટલાંક બી વાડમાં [૭] જઈ પડ્યાં. તે ઊગ્યાં, પણ તેની સાથે કાંટાની વાડ પણ વધી; અને વાડે તેમને ગૂંગળાવી નાંખ્યાં.
પણ કેટલાંક બી સારી ખેડાએલી જમીનમાં [૮] પડ્યાં, અને તે સરસ ઊગ્યાં, અને કેટલાંક તેમાંથી એક ના સો થયાં, કેટલાંક સાઠ થયાં, કેટલાંક ત્રીસ થયાં.