લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ishu Khrist.djvu/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૩
રૂપકો
૨. ઘઉં અને ઘાસ

એક ખેડૂતને [] પોતાના ખેતરમાં [] ઊંચી જાતના ઘઉં [] વાવ્યા હતા. પણ જ્યારે એના માણસો ઊંઘી ગયા, ત્યારે એના દુશ્મન [] આવી તેમાં જાડા ઘાસનાં બી [] વેરી દીધાં

તેથી, જ્યારે ઘઉં ફૂટ્યા, ત્યારે સાથે સાથે જાડું ઘાસ પણ ઊગી નીકળ્યું.

તે જોઈ નોકરોએ કહ્યું, 'ધણી, આપણે તો ઘઉં વાવ્યા હતા, અને આ ઘાસ ક્યાંથી આવ્યું?'

ત્યારે ખેડૂત બોલો, ' આ કોઈ દુશ્મનનું કામ જણાય છે.'

તે પર નોકરોએ પૂછ્યું, ' આ ઘાસ અમે નીંદી નાંખીએ કે?'

પણ ખેડૂતે કહ્યું , 'ના. આ ઘાસ નીંદતાં ઘઉં પણ ઊખડી આવશે. માટે હવે કાપણી આવતાં સુધી બન્નેને વધવા દો.'

પછી કાપણી વખતે તેણે લણનારાઓને કહ્યું, 'પહેલાં તમે જાડું ઘાસ કણસલા[] સાથે વાઢી લો, અને તેના પૂળા બાંધી નાંખો. અને પછી ઘઉંને [] ભેગા કરી ખળામાં [] લઇ જાઓ.'

૩. અપરધી કારભારી

એક વાર પિટરે ઈશુને પૂછ્યું, 'અમારે બીજાઓને કેટલી વાર માફી આપવી? સાત વાર?' ઈશુએ કહ્યું 'સિત્તેર ગુણ્યા સાત વાર.' એમ કહી એણે નીચેનું રૂપક આપ્યું.


  1. સદગુરુ
  2. જગતમાં
  3. સદુપદેશ
  4. સેતાન, કલિ, માર.
  5. દુષ્ટોપદેશ
  6. દુષ્ટોપદેશના ધારણ કરનારા.
  7. સદુપદેશના ધારણ કરનારા.
  8. ઈશ્વરનું ધામ