પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શરીરને સારુ બે મિનિટની સરલ ક્રિયા ઊભી કરી, પણ મારો જીવ, મારો આત્મા, મારાં ત્રણ સ્વજનો – એને તમે કયા ગુના બદલ સજા કરી છે !

ઓ ન્યાયાધીશસા’બ ! તમે ફરીને તપાસ કરો. કંઈક તમારી ભૂલ થઈ જણાય છે. તમે ભૂલ્યા છો. ફરીને તપાસ કરો !

હીરજી ચીસો પાડે છે, પણ સ્વપ્નામાં એની ચીસો એ પોતે જ સાંભળે છે.


112
જેલ ઓફિસની બારી