પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 “બહારની દુનિયા સાથે અમારા સંબંધની ગાંઠ બાંધનારી આ રેલગાડી અત્યારે તો રોજરોજ જોઈ હતી તે કરતાં જુદી જ દેખાય છે. ‘થ્રોબીંગ્સ ઑફ થાઉઝન્ડ હાર્‌ટ્સ’ – હજારો દેશબાંધવોનાં કલેજાંના એકીસાથે ઊઠતા ધબકારાને વ્યક્ત કરતી આ આગગાડીઓની આવ-જા પ્રત્યે કાને કેટલી તીણી એકાગ્રતા બતાવે છે ! સાંજને ટાઢે પહોરે તો સ્ટેશન પર ગાડીના ઊભા રહેવાની સાથે જ સાંધાવાળાના અવાજ અને ઉતારુઓના બોલાસ સુધ્ધાં ચોખેચોખા સંભળાય છે. સામો જવાબ આપી શકાય તેટલી બધી શાંતિ પથરાય છે. અવાજ આંખ જેવો બને છે. નથી દેખાતાં છતાં હજારો દેશજનોનાં મુખો એ અવાજમાંથી ડોકિયાં કરે છે. આજે તા. 12મીના પ્રભાતે મને મળવા આવેલી મારી પત્ની અત્યારે સાંજના આઠ વાગ્યે આ ગાડીમાં પાછી વળી હશે. અને હું કહેતાં ચૂકી ગયો કે સ્ટેશનેથી ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’નો શોર પાડજે, સાંભળીને તને વિદાયની સલામ કરીશ. તારો શબ્દ મારી સંધ્યાની નમાઝ બની જશે. તારા હોલમાં હું બંદગી માની લઈશ.”

આવી રસભરી રોજનીશી લખવામાં રાજકેદી ભાઈને એકાએક વિક્ષેપ પડ્યો. ઑફિસની સામી પરસાળમાં ઊભોઊભો પંખાની દોરી ખેંચનારો જેમલો કેદી ધ્યાન ચૂકી ગયો. એને પંખો ખેંચતાં-ખેંચતાં બીજું એક કામ કરવાનું હતું : “બડા સા’બ” દૂરથી આવતા દેખાય કે તરત જ સહુને જણાવી દેવાનું કે “સાબ આતા હય”. એ ખબર મળતાં જ સંત્રીઓ ટટ્ટાર બનતા, કારકુનો પાનબીડાં થૂંકી નાખતા, જેલર કોટનો કૉલર ભીડી દઈ બાંયોની કરચલીઓ ભાંગી નાખતો. પરંત જેમલા કેદીનું લક્ષ અત્યારે રાજકેદી ભાઈની સરર-સરર વહેતી લેખિની ઉપર ચાલ્યું ગયું હતું. ત્રણ મહિના ક્યારે પૂરા થાય ને પોતાને એક પોસ્ટકાર્ડ લખવા મળે એની જેમલો વાટ જોતો હતો. રાજકેદીઓ આવું લાંબુંલાંબું શું લખતા હશે, નિત્ય ઊઠીને ધીંગાંધીંગાં પરબીડિયાં કોને પહોંચાડવા લાગ શોધતા હશે, રોજની ટપાલ વહેંચવા બેસતા કારકુનને શા માટે પોતાના કાગળની પૃચ્છા કરતા હશે, કારકુન કંઠે કલેજે ના પાડે કે તમારો કાગળ નથી તે છતાં શા માટે ફરીફરી કાગળ માગતા હશે, કારકુને કાગળ ક્યાંક ગુમાવી નાખ્યો છે અથવા કારકુન જાણીબૂજીને કાગળ આપતો નથી અથવા કારકુન દંપતીપ્રેમની


રાજકેદીની રોજનીશી
117