પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦ ]
કલાપી
 


મેળવી લીધું છે. અને કીર્તિ તરફ સંપૂર્ણ ઉપેક્ષાવૃત્તિ સેવનાર આ સ્નેહી કવિને અક્ષય કીર્તિ વરી છે.

કલાપીનાં સર્વાનુભવરસિક દેખાતાં કાવ્ય પણ ઊંડી દૃષ્ટિથી જોતાં સ્વાનુભવરસિક માલુમ પડે છે. પણ કલાપી પોતે જ કહે છેઃ 'સ્વાનુભવરસિક કવિ અને સર્વાનુભવરસિક કવિમાં હું બહુ ભેદ જોતો નથી.' [૧] કલાપીનાં પ્રતિ વર્ણનનાં કાવ્યોમાં પણ મોટે ભાગે તેની પોતાની જ સ્થિતિનું વર્ણન હોય છે; અને તેમનાં ખંડકાવ્યો તેમની પોતાની જ કથા દેખાય છે. ભરત મૃગબાળને ઉછેરતાં આસક્તિમાં પડ્યો, તે જ પ્રમાણે કલાપીનો એક બાળિકા પ્રત્યેનો વાત્સલ્યભાવ દાંપત્યપ્રેમમાં પરિણમ્યો.

'રમાડ તેને પણ લુબ્ધ ના થજે.' એ પ્રાચીન રાજર્ષિને અપાયેલી સલાહ ખરું જોતાં આ અર્વાચીન રાજર્ષિ પોતાની જાતને જ આપે છે. 'વીણાનો મૃગ’ એ કાવ્યમાં મૃગ, કન્યા અને પોતાની ત્રિપુટીની વાત આવે છે તે હૃદયત્રિપુટીની જ કથા છે.

'વ્હાલાં હાય અરે અરે જગતમાં વ્હાલાં ઉરો ચીરતાં,
ભૂલોની જ પરંપરા જગત આ આખું દીસે છે પિતા'.

અને—

કલા છે ભોજ્ય મીઠી તે જોતા વિણ કલા નહિ,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ ભળે નહિ.

એ આ કાવ્યનું રહસ્ય કલાપીના પ્રેમજીવનનું પણું રહસ્ય છે.

'બિલ્વમંગળ’ માં નાયક પ્રિયાપ્રેમમાંથી પ્રભુપ્રેમમાં ચઢે છે તેની કથા છે. તેમાં પ્રિયાપ્રેમ ઝંખતા કલાપી આ પ્રેમની નિંદા કરે છે, તે આશ્વાસન માટે કરાતી જ 'દ્રાક્ષ ખાટી છે' ન્યાયની અપ્રાપ્યની જ નિંદા છે. મણિલાલ ઉપરના પત્રમાં કલાપીએ લખ્યું.


  1. ૧ કાન્તને પત્ર તા. ૧૪-૧-૯૮
    'કલાપીના પત્રો'