પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ ત્હારૂં તેથી તુંને શું ?
એને મન તો ના છે શું શું ?
વેચે તો વેચાયા થાશું,
              આંસુડે પગ ધોતા જાશું !

૨૬-૩-૧૮૯૭


હસવા કહેતીને

રોવાનું ક્હે તો રોવાશે
હૈયું કાંઈ હલકું થાશે !
શાને ખાલી હસવા ક્હેવું ?
               ક્યાંથી હસશે ભારે હૈયું ?

પ્યાલા કાં ભરતી મદિરાના ?
એથી આ મુખડું ફરશે ના ?
હૈયાના ચીરા ટળશે ના !
            રોનારૂં હસશે ના હૈયું !

૨૯-૩-૧૮૯૭

રુરુદિષા

ઉભરાઈ જરા નયહો પલળે,
ઉરના શયને પણ દાઅ બળે;
નવ બાફ ઝરે, ઝરતો ન ઠરે હજુ
                   દર્દ મહીં દિલદાગ કળે.

નવ પૂર વહે મનને ગમતું,
જિગરે જળતો વિષનો વશમો દવ :
ખાક મહીં ધગતું મુજ આ શબ :
                    આ ઉર આ ઉરને દમતું !

૨૭-૩-૧૮૯૭


કલાપીનો કેકારવ/૪૨૧