લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૬ )

⁠બેસતા વર્ષના પ્રસંગે અભિનંદન (મુબારકબાદી) આપતાં લખેલું.

⁠કડી ૨. સુખવાડીમાં ફૂલ વીણતાં ફરતાં કદી કંટક હાથપગમાં વાગે-મતલબ કે-સંસારમાં સુખસંપાદન કરવાના માર્ગમાં કદી અડચણો, પીડાઓ, વગેરે આવી પડે.

⁠તો-અસ્વસ્થ ન થતાં-વૈદ્યનો ઉપચાર કરજો; એટલે ધર્મબોધ કરે હેવા પુરુષ અથવા પુસ્તકનો આશ્રય લેજો કે જેથી વ્રણ (ઘા-કાંટાથી થયેલા)-સંસારમાંની પીડા, શમી જાય.

⁠કડી ૪. હર્ષના ભેગો શોક થવાનું કારણ નીચે કડી ૫માં બતાવ્યું છે.

⁠કડી ૫. તે ધર્મની મૂર્તિ-પિતા.

⁠કડી ૬, ચરણ ૩. આ રચના- આ કાવ્યની રચના (પૂરી નથી કરી એટલામાં).

⁠ચરણ ૪. ઘટના-ઈન્દ્રધનુષ્યની રચના (બધી લુપ્ત થઈ ગઈ). આ ઉપરથી જ જગતનાં સર્વ સુખની નશ્વરતા સૂચવાય છે. તો પછી (કડી ૭, ચરણ ૧) મનમાં શોક શું કામ ધરવો?

પ્રેમીજનનો મંડપ.—પૃષ્ઠ ૫૫.

⁠મુંબાઈમાં વિક્ટોરિયા ગાર્ડન્સમાં એક મંડપમાં એકમેક સાથે ડળીઓ ગૂંથીને ઊગેલાં ઝાડ છે; હેને Lover's Bower એમ નામ આપ્યું હતું તે જોઇને આ કાવ્ય પ્રેરાયલું છે.


વસંતની એક સાંઝ.—પૃષ્ઠ ૫૭.

⁠કડી ૨. પવન પોતાની પાંખ ઉપર કોઈ પણ ન સાંભળે હેવું ઝીણું ગાન વહીને મ્હારા અંતરમાં ભરે છે. આ સમયે હૃદયમાં અલૌકિક શાંત આનંદલ્હેર પવન સીંચે છે. તેજ આ ગાન; એ સુખ તે જ ગાન.