પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૭ )

કડી ૩, ચરણ ૧. પવન મ્હારા હૃદયમાં અનેક રમ્ય છબિયો ચીતરે છે;- એ સુખદ પવનથી હૃદયમાં અનેક રમ્ય વિચાર આવે છે.

ઉત્તરાર્ધ - અહિંની આ વખતની શાન્તિ તે ત્‍હારું જ સ્વરૂપ હોય એમ લાગે છે.

ગાનસરિત.—પૃષ્ઠ ૫૮.

કડી ૨, ચરણ ૩. પવનની લ્હેર તરુને ચૂમે.

કડી ૫, ચરણ ૪. બીજી સરિત, - કઇ તે નીચે કડી ૬ માં બતાવ્યું છે.

ત્‍હારી છબિ નથી.—પૃષ્ઠ ૬૦.

કડી ૪, ચરણ ૩. સ્મિતસખી-સ્મિતની સખી. સ્મિત થાય તે ખાડા પડે તેથી. ગોળ લહરી- ગોળ ખાડો (લહરી - પ્રવાહમાં થતી વખતે ગાલે તરંગની લ્હેર, ત્‍હેના જેવો ખાડો માટે) રમે - લીલાથી થાય અને જાય.

હુનાળાના એક પ્‍હરોડનું સ્મરણ.—પૃષ્ઠ ૬૨.

કડી ૧, ચરણ ૪. ઉષા -પ્રભાતનો સમય (તે સમયનું પૂર્વાકાશ) રૂપક આપી વેદસમયમાં ઉષા દેવીરૂપે મનાયલી છે. ઉષા પણ જાગતી સૂતી હતી = પ્રભાત પૂરું ઝળકવા ન્હોતું માંડ્યું.

કડી ૩, ઉત્તરાર્ધ - ઉષાના આકાશ તરફ જોતાં જોતાં ત્‍હેનું સૌંદર્ય તે હાસરૂપ જ જણાઈ જાણે પ્રતિહાસ ના હોય એમ કલ્પના કરી છે.

તેમ જ -

(કડી ૫. ચરણ ૪. અહિં પણ) તારા ઉપર નજર જતાં, તારાએ જાણે નજર નાખી હોય એમ કલ્પ્યું છે.