પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૮ )

શિયાળાનું એક સ્‍હવાર.—પૃષ્ઠ ૬૩.

કડી ૨, ઉત્તરાર્ધ - રવિના તેજમાં પંખી ઊડતાં તે પ્રકાશના સાગરમાં ન્હાતાં હોય એમ જણાતાં.

કડી ૫. ઝાડના જથામાં સૂર્યનો પ્રકાશ તથા ઝાડનો છાંયડો મળી ચિત્ર જેવું થયેલું; તે ચિત્રરચના ઉપર તરુવૃંદ ઊભેલું પણ ગણાય.

કડી ૧૦. ભૂતભાવિખેલ - ભૂતકાળના તથા ભવિષ્યકાળના ખેલ,- કાળની રમત તે કાળમાં થયેલા તથા થનાર વૃતાન્ત.

કડી ૧૧, ચરણ ૨. પ્યારી - 'ચુમ્બતો'નું કર્મ. ચરણ ૩. સુખ-મૂળ- આ શુકયુગ્મનું સુખ આપનારું ઉદાહરણ. ચરણ ૪. તે અનુકૂળ=ત્‍હેને અનુકૂળ, ત્‍હેના જેવું.

કોયલનો ટહુકો.—પૃષ્ઠ ૬૫.

બીજો ટહુકો - કૉયલનો ટહુકો સાંભળી હૃદયમાં થતો આનંદનો પ્રતિધ્વનિ, આનંદની ઊર્મિ.

'શીળી ચાંદની' ઇત્યાદિ - જ્ય્હાં - જે સિંધુમાં.

આનંદસિંધુનું સ્વરૂપ પ્રથમ પંક્તિમાં જણાવ્યું છે.

આનંદસિંધુ ઝાંખવો - એટલે આનંદ પ્રાપ્ત કરવો. આનંદ એ વસ્તુ તો શાશ્વત છે, પણ માણસ ત્‍હેને કોઈ કોઈ વાર ઝંખે છે ત્ય્હારે આનંદનું ભાન થાય છે, એમ કલ્પના કરી છે.


મધ્યરાત્રિએ કૉયલ.—પૃષ્ઠ ૬૬.

વિષમ હરિગીત - માપ માટે 'આનંદ ઑવારા' (પૃ. ૩૬) ટીકા (પૃ. ૧૧૭) જુવો.

કડી ૧, ચરણ ૩. વહે - નો કર્તા 'સમીર,' કર્મ 'રવ.'