પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૨૩ )

આ સંસારમાં એકે જ વખતે એક ઠેકાણે આનન્દોત્સવ તો બીજે શોકવિલાપ - એ ધ્વનિ આ ચન્દ્રકુમુદિનીવિયોગ અને રવિકમલિની સંયોગની એકકાલીનતાથી થાય છે.

સન્ધ્યા.—પૃષ્ઠ ૭૮.

કડી ૧. જ્વાળા-સૂર્યાસ્તના પ્રકાશની.

કડી ૯. તુજ -ચંદાની.

કડી ૧૧. 'જોતી'નો કર્તા 'ભૂમિ' (કડી ૧૦).

કડી ૧૨. રચી - પર્વતમાળ રચી.

ભ્રમ દેતી - પર્વતમાળ તે મેઘની ભ્રાન્તિ દેતી.

કડી ૧૯, બિમ્બ - પ્રતિબિમ્બ.

મેઘાડમ્બર.—પૃષ્ઠ ૮૦.

કડી ૧. જળતેજ - 'મેઘવૃષ્ટિવાળી એક સાંઝ' (પૃ. ૧૮) કડી ૧ ની ટીકા (પૃ. ૧૦૩) જુઓ.

નભમંડળ - (સપ્તમીનો પ્રત્યય લુપ્ત) - નભમંડળામાં.

કડી ૬. ઉત્તરાર્ધ - ગર્જનરવ સાંભળીને તરત હૃદયમાં ત્‍હેવા જ ગમ્ભીર ભાવના ધ્વનિ ઊઠે તે જ 'હઈડે બીજું રવનૃત્ય વિરાજે.'

કડી ૭.'આલિંગી લે'- નો કર્તા - 'ઘનઘટા,' કર્મ - 'ભૂમિગોળ'.

લાગટ હૅલી ઊઘડતી વખતની રચના.—પૃષ્ઠ ૮૨.

કડી ૧. દ્યૌદેવી = આકાશ.

કડી ૨. પાદ = કિરણ અને ચરણ, પગ.

કડી ૫. 'પવનતુરંગ પલાણીને' - આ રૂપક બુધ્ધિપ્રકાશ ૧૮૮૩ના સપ્ટેમ્બર માસમાં 'વર્ષાવર્ણન'માં - 'પવન અશ્વ પલાણી આવ્યા' - એ લીંટી ઊપરથી લીધા જેવું જણાશે. પણ - તે વાંચ્યાનો સંસ્કાર