પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૨૪ )

રહીને અજાણતાં જ આમ લખાયું હોય તો કોણ જાણે - બાકી રૂપક એકાએક જ સૂઝતાં પૂર્વના રૂપકનો વિચાર પણ મનમાં ન્હોતો.

કડી ૮, ૯, ૧૦માં 'નાગો વરસાદ' ચાંદનીમાં પડતો વર્ણવ્યો છે.

કડી ૧૯, ઉત્તરાર્ધ -

તે-ઉછંગે- ત્‍હેને (દ્યૌદેવીને) ઉછંગે.

કડી ૨૦. તૃણતૃણ - તૃણે તૃણે.

'ધારી'નો કર્તા- 'ભૂમિ', કર્મ - વર્ષાબિન્દુ.' મરકતથાળ - લીલાં પાનાંની બનાવેલી થાળ; લીલાં તરણાંવાળી ભૂમિ તે જ પાનાની થાળ.

મોતીડાં - વર્ષાબિન્દુ તે જ.

કડી ૨૨. હૃદયમાં આનન્દનો ભાવ રમી રહેલો તે જ હઈડાનો ગુંજાર.

મેઘગર્જન.—પૃષ્ઠ ૮૫.

કડી ૨. સમીરો- (બહુવચન) 'આવી' અને 'દે'નો કર્તા.

કડી ૪. સૂણી મન ઊઠે પ્રતિનાદ શો - કેકા તથા મેઘનાદ સાંભળીને મનમાં ગમ્ભીર આનન્દની ઊર્મિ ઉત્પન્ન થાય તે પ્રતિનાદ.

પ્રભાત.—પૃષ્ઠ ૮૬.

કડી ૨. કિરણો તે ગાય, અને ચન્દ્રનું બિમ્બ તે વાડો - એમ કલ્પના છે. ચન્દ્રનાં કિરણ તે હેની ગાયો એક કલ્પ્ના છે ત્‍હેનું મૂળ કાંઇક નીચેની ઋગ્વેદની ઋચાના સંસ્કારમાં છેઃ-

उदपतन्नरुणाः भानवो वृथा स्वायुजो अरुषीर्गा अयुक्षत । अक्रन्नुषासा वयुनानि पूर्वथा रुशन्तं भानुमरुषीरशिश्रयुः॥ (ઋગ્વેદ સંહિતા ૧-૯૨-૨.)

અર્થઃ— અરુણવર્ણ કિરણો આપોઆપ પ્રગટી નીકળ્યાં છે. હેમણે પોતાની મેળે જોડાનારી રાતી ગાયોને જોડી છે. ઉષાઓએ