પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
જીવન દોરી

સવારમાં ખાવાનું કરી, તેને પોતાને માટે તેમજ છોકરાંઓ માટે દેહ ઉપર મારો કાબુ નથી, તમારી ઇચ્છામાં આવે એવી આજ્ઞા કરો શું શું કપડાં લેવાં, તેની યાદી કરી આપી. તેમજ તે પૈસાનો કપડાં લેવા સીવાય બીજા કોઇ પણ કામમાં ઉપયોગ ન કરવો, એ વિષે સખત સુચના કરી. કારણકે નથુ મોચીને દારૂ પીવાની ટેવ હતી, અને શીઆળામાં દારૂના વ્યસનીઓ તે વિશેષ પીએ છે. નથુ પોતાની સ્ત્રીની સલાહ સ્વીકારી શહેરમાં ઉઘરાણી નીકળી પડ્યો, પ્રથમ એક ઘરાકને ઘેર ગયો, ત્યાં ઘરનો ધણી હાજર નહોતો. પરંતુ તેની સ્ત્રી ઘરમાં હતી. તેણે કહ્યું કે આવતા અઠવાડીઆમાં પૈસા મોકલી આપશે. એટલે ત્યાંથી નિરાશ થઈ બીજા ઘરાક પાસે ગયો. તેણે સોગનપુર્વક કહ્યું કે તેની પાસે તે વખતે એક ફુટી બદામ પણ ન હતી. નથુએ તેને ઘણો સમજાવ્યો કે પોતાને કપડાં લેવાં છે, પણ ઘરાકે લાચારી બતાવી. આ ઉપરથી નથુ તદ્દન નિરાશ થઇ ઘરાકને ત્યાંથી ચાલી નીકળ્યો. કોઇ વેપારી ઉધાર માલ આપે એવું પણ નહતું. કપડાં ખરીદવાનો મુખ્ય આધાર ઉઘરાણીના પૈસા પર હતો. પણ ઉઘરાણી બીલકુલ ન મળવાથી નિરાશ થઈ ગયો, અને રસ્તે ચાલતાં વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું ? ચાલતાં ચાલતાં પોતાના ભાગ્યને દોષ દેવા લાગ્યો ને એક દારૂના પીઠા આગળ આવી ઉભો. પુરતાં કપડાં ખરીદવાને પાસે પૈસાન હોવાથી વિચારવા લાગ્યો. “મારી પાસે પૈસા છે. એ જુજ છે. અને એમાંથી કપડાં ખરીદી શકાય એમ છે જ નહીં, માટે ઉત્તમ રસ્તો એ છે કે પીઠામાં જઇ દારૂ પી ઘેર પાછા ચાલ્યા જઇએ. અને એમ વિચાર કરી પોતાની પાસે જે જુજ પૈસા હતા તે દારૂ પીવામાં વાપરી દીધા, અને ઘર તરફ પાછું ચાલવા માંડ્યું.

થંડી અત્યંત જોશથી પડતી હતી, પરંતુ દારૂ લેવાથી હવે તો શરીરમાં ગરમી આવતી હતી. જેથી નથુએ મનમાં ખ્યાલ કર્યો કે “હવે કપડાંનો શી જરૂર છે? હવે તો બંડી સિવાયે ગરમી થાય